સંસદ સત્ર ચાલે તે ખુબ જરૂરી છે

0
8

સંસદનુ મોનસુન સત્ર શરૂ થઇ ગયુ છે. કુલ ૨૪ દિવસ સુધી ચાલનાર આ સત્રમાં ૧૮ બેઠકો યોજાનાર છે. પરંતુ સુચિત બેઠકોની વાતથી કઇ થતુ નથી. વિતેલા વર્ષોમાં મોટા ભાગના સંસદના સત્રની સ્થતી શુ રહી છે તે તમામ લોકો સારી રીતે જાણે છે. રાજકીય પક્ષોના નિર્ણય અને રણનિતીથી તમામ બાબતો બને છે. રાજકીય પક્ષો દેશની જનતાની જરૂરિયાતોને ઓછી અને પોતાને લાભ નુકસાનની બાબત પર વધારે ધ્યાન આપે છે. આ જ કારણસર સંસદના સત્રની હાલત હમેંશા નિરાશાજનક રહે છે. મોટા ભાગના જનતાના પ્રશ્નો યોગ્ય મંચ પર ઉઠાવી શકાતા નથી. રાજકીય પક્ષોને સંસદની ગરિમાની ઓછી ચિંતા રહે છે અને તેમના લાભ નુકસાનની ચિંતા વધારે રહે છે. પરદા પાછળની જે ચર્ચા ચાલી રહી છે તે જાતા તો આશા વધારે દેખાઇ રહી નથી. ચર્ચા જે ચાલી રહી છે તેનાથી એમ પણ લાગે છે કે ૧૬મી લોકસભાના આ છેલ્લા સત્ર તરીકે પણ હોઇ શકે છે. સામાન્ય રીતે પણ ત્યારબાદ તો આગામી ચૂંટણી પહેલા લેખાનુદાન વાળા ટુંકુ બજેટ રજૂ કરવામાં આવનાર છે. કાયદાકીય રીતે જાવામાં આવે તો દેશની સામે મુદ્દાઓ અનેક છે. કાશ્મીર અને નક્સલવાદીની સમસ્યા તો અમારી સામે વિકરાલ સ્વરૂપમાં છે. ચીન, પાકિસ્તાન, અમેરિકા અને રશિયા વચ્ચે અમારી વિદેશ નિતી પણ સ્પષ્ટ દેખાઇ રહી નથી. પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોની સાથે સાથે મોંઘવારી ચાર વર્ષની ઉચી સપાટી પર પહોંચી ચુકી છે. ડોલરની સામે રૂપિયો સતત ગબડી રહ્યો છે. દેશમાં ખેડુતોની આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. માસુમ બાળકીઓ સહિત મહિલાઓ પર બળાત્કારના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગૌરક્ષા બાદ હવે તો બાળક ચોરીની શંકામાં ભીડ દ્વારા નિર્દોષ લોકોને માર મારીને મારી નાંખવાના બનાવો બની રહ્યા છે. ન્યાયપાલિકા પોતે ન્યાય મેળવી લેવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ અમારી સરકાર હોય કે અન્ય રાજકીય પક્ષો હોય તેની કોઇ અસર દેખાઇ રહી નથી. સરકાર અને રાજકીય પક્ષો માટે તો ચૂંટણી અને ધર્મનમી દિવાલો જ મુખ્ય મુસ્લમ બનાવવાના ચક્કરમાં લડાઇ ચાલી રહી છે. એક નાગરિક જે પોતાની રોજી રોટી માટે દિવસ દરમિયાન મહેનત કરે છે વર્ષો સુધી પોતાના શહેરમાં જ મંદિર અને મસ્જદમાં જતી નથી તેને પણ માર મારીને હિન્દુ મુસ્લમ બનાવી દેવાના પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રયાસમાં તમામ સાથે ભાગીદાર છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય વડાપ્રધાન હોય કે પાર્ટી અધ્યક્ષ હોય દુનિયાને દેખાડવા માટે સંસદની બેઠક ચલાવવા માટે ૧૦ બેઠક કરશે. પરંતુ જા એમ થયુ હોત તો છેલ્લા બજેટ સત્ર દરમિયાન ૩૭૨ કલાકો પૈકી ૨૫૦ કલાક એમ જ ન બગડી ગયા હોત. તમામ નુરા કુશ્તી કરી રહ્યા છે. આ વખતના ખેલમાં ત્રિપલ તલાક અને મહિલા અનામત બિલના મામલા છે. તમામ મુદ્દા પર દેશની પ્રજામાં સર્વસમંતિ થઇ જાય છે પરંતુ રાજકીય પક્ષોમાં ક્યારેય સહેમતી થતી નથી.મોનસુન સત્ર ખુબ મહત્વપૂર્ણ છે. જે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. મોનસુન સત્ર દરમિયાન કેટલાક વટહુકમને પણ બિલ તરીકે પસાર કરવા માટે સરકાર ઇચ્છુક છે.ત્રિપલ તલાક બિલ સરકારની મુખ્ય પ્રાથમિકતા તરીકે છે. આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં પેન્ડિંગ છે. સરકાર અન્ય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સંબંધિત બિલને પણ પસાર કરવા ઇચ્છુક છે. સરકારના એજન્ડામાં મેડિકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ બિલ અને ટ્રાન્સઝેન્ડરો સાથે જાડાયેલા બિલ પણ સામેલ છે. મોનસુન સત્ર દરમિયાન અપરાધિક કાયદા સુધારા બિલ ૨૦૧૮ને રજૂ કરવાની પણ યોજના છે. આમા ૧૨ વર્ષની ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કારના મામલામાં મૃત્યુદંડની સજાની જાગવાઈ કરવામાં આવી છે. આ ઉરાંત જુદા જુદા બિલ રજૂ કરવામાં આવનાર છે જેમાં જનપ્રતિનિધિ સુધારા બિલ ૨૦૧૭, ડેન્ટસ્ટ સુધારા બિલ, ફરાર અપરાધી સાથેસંબંધિત બિલ ૨૦૧૮નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટી બિલ ૨૦૧૭, ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ ૨૦૧૩ને પણ રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન માનવ અધિકાર સુરક્ષા સુધારા બિલ, માહિતી અધિકાર સુધારા બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. સસંદના મોનસુન સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. સત્ર તોફાની બની શકે છે. સત્ર દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર કરવામાં આવી રહેલા ત્રાસવાદી હુમલા, દેશની આર્થિક સ્થતી, બેરોજગારી, સુર૭ા વ્યવસ્થા સહિતના મામલે ચર્ચા કરવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY