તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગર્ભનિરોધક દવા ઉપર આધારિત મહિલાઓ ઓછા આકર્ષક પુરુષની પસંદગી કરે છે. જા કે આ મહિલાઓની પસંદગી વિશ્વાસપાત્ર સાથી ઉપર હોય છે. નવા અભ્યાસમાં આના માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યા નથી પરંતુ જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ મોટાભાગે વિશ્વાસપાત્ર સાથી ઉપર પ્રથમ પસંદગી ઉતારે છે. ગર્ભનિરોધક દવા આધારિત મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સ મામલામાં સંતોષ આપવામાં નિષ્ફળ રહેનાર પુરુષ પાસે ગર્ભનિરોધક દવા ઉપર આધારિત મહિલાઓ પસંદગી ઉતારે છે. દવા ઉપર આધારિત રહેલી મહિલાઓની આ પસંદગી શા માટે છે તેને લઈને વ્યાપક પ્રશ્નો મહિલાઓને કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ જ્યારે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે ત્યારે સંબંધોની શરૂઆત જે સ્ત્રી-પુરુષોમાં થાય છે તે મામલે પરિણામ જુદા પ્રકારના છે. આ અભ્યાસના ભાગરૂપે દવા ઉપર આધારિત રહેલી મહિલાઓ ઓછા આકર્ષક પુરુષની પસંદગી કેમ ઉતારે છે તે અંગે જાણવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ફરટાઈલ સાઈકલ તબક્કા દરમિયાન મહિલાઓ જુદા જ પ્રકારનું વર્તનની અપેક્ષા રાખે છે. બ્રિટનમાં યુનિવર્સિટી ઓફ સ્ટર્લીંગ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ૧ હજાર મહિલાઓને આવરી લેવામાં આવી હતી. આ અભ્યાસના ભાગરૂપે પાર્ટનર સાથે સંબંધિત સંબોધોની શરૂઆત વેળા ગર્ભનિરોધક દવા લઈ રહેલી ૧ હજાર મહિલાઓ અને સંબંધોની શરૂઆત વેળા દવા નહીં લઈ રહેલી ૧૫૦૦ જેટલી મહિલાઓને આવરી લેવામાં આવી હતી. આ તમામ મહિલાઓના તેમના પાટનગર સાથે ઓછામાં ઓછા એક બાળક પણ હતા. અભ્યાસના ભાગરૂપે સેક્સ સંતુષ્ટી અને સંબંધો મામલે અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સંશોધકોએ શોધી કાઢ્યું કે દવા ઉપર રહેલી મહિલાઓ જ્યારે તેમના પાર્ટનરો સાથે સેક્સ સંબંધો બાંધવા આગળ વધી ત્યારે જાતિય રીતે ઓછી સંતુષ્ટ હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


