ફિફા વર્લ્ડ કપની પૂર્ણાહુતિ થઇ ગઇ છે પરંતુ આની ચર્ચા લાંબા સમય સુધી જાવા મળનાર છે. ઉજવણી પણ લાંબા સમય સુધી થનાર છે. કેટલાક દિવસ સુધી લોકો આ બાબત પર ચર્ચા કરતા રહેશે કે કેટલીક ટીમો ખુબ સારી રમી હતી. જ્યારે કેટલીક ટીમો અપેક્ષા મુજબ રમી ન હતી. ફેવરીટ ટીમો ખરાબ રમી હતી. કેટલાક ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. કેટલાક સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. આ તમામ મુદ્ા પર હવે ચર્ચા થનાર છે. આવી સ્થતીમાં એક બાબત નિકળીને બહાર આવી છે તે એ છે કે ફ્રાન્સ વર્લ્ડ કપ વિજેતા બન્યુ છે પરંતુ ફ્રાન્સની ટીમમાં પ્રવાસીઓના જયઘોષની ગુંજ રહી છે. રમતના બહારના પાસા પર પણ ચર્ચા થનાર છે. ખાસ એ બાબતને લઇને પણ ચર્ચા રહેનાર છે કે ફ્રાન્સે પ્રવાસી પૃષ્ઠભૂમિના ખેલાડીઓના બળ પર વિશ્વ કપ જીતવામાં સફળતા મેળવી છે. ૨૩ ખેલાડીઓની ફ્રાન્સની ટીમમાં ૧૫ ખેલાડીઓ આફ્રિકી મુળના ખેલાડી હતા. કેટલાક ટિકાકારો તો ફ્રાન્સની આ ટીમને આફ્રિકાની ટીમ તરીકે પણ ગણાવી રહ્યા હતા. ૨૩ ખેલાડીઓ પૈકી સાત ખેલાડી તચો એવા હતા જે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ક્રોએશિયા સામે રમ્યા હતા. આ કિસ્સો કોઇ એક ટીમ અને એક ફુટબોલ વિશ્વ કપ સુધી મર્યાદિત નથી. ફુટબોલના મેદાનમાં રાષ્ટ્રીયતાઓ મળી જવાનો સિલસિલો હાલના વર્ષોમાં ઝડપથી વધ્યો છે. ક્રોએશિયા જેવી એક બે ટીમોને બાદ કરતા લગભગ તમામ ટીમોમાં પ્રવાસી ખેલાડી જાવા મળે છથે. તમામ ટીમોના સ્વરૂપ હવે બહુરાષ્ટ્રીય થઇ ગયા છે. આ બાબત માત્ર ફુટબોલ સુધી મર્યાદિત નથી. ટેનિસ, ક્રિકેટ અને બાસ્કેટબોલમાં પણ આ બાબત સ્પષ્ટપણે જાવા મળે છે. એક દેશમાં પ્રવાસી તરીકે સ્થાયી થઇ જનાર લોકો તે દેશની ટીમનો મુખ્ય હિસ્સો બની જાય છે. આ વખતે યુરોપની દસ ટીમોના ૨૩૦ ખેલાડીઓ પૈકી ૮૩ ખેલાડી પ્રવાસી હતા. ફ્રાન્સની ટીમને તો વર્ષ ૧૯૯૮ની જીત બાદથી જ ઇન્દ્રધનુષી ટીમ તરીકે કહેવામાં આવે છે. એ વખતે આ ટીમમાં સ્ટાર ખેલાડી નિેડિન જિડાન અને લિલિયમ થુરમ સહિત ૧૧ ખેલાડી પ્રવાસી હતા. આ વખતે પ્રવાસી ફ્રેન્ચ સ્ટારમાં પોલ પોગ્બા અને યુવા દિલોની ધડકન બની ગયેલા કિલિયન એમ્બાપે પણ સામેલ છે. પહેલા નોક આઉટ મેચમાં ફ્રાન્સે આર્જેન્ટના પર જીત મેળવી હતી. ૪-૩થી જીત હાંસલ કરવામાં આવી હતી. ફ્રાન્સીસી ખેલાડી પર્સેનેલ કિમપેબે દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો મુકવામાં આવ્યો હતો. ેમાં તે ટીમના સાથી ખેલાડીઓની સાથે સિકા સિકા ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે. જે કોન્ગોના સ્ટાર સિંગર ડીજે મારેસલનુ ગીત છે. ફ્રાન્સનુ ગૌરવ વધારનાર આ ખેલાડી એવા પ્રવાસીઓના બાળકો છે જે ફ્રાન્સમાં નાના મોટા કામ કરીને કોઇ રીતે પોતાની આજીવિકા ચલાવે છે. અભાવ અને તકલીફો ઉઠાવીને આ યુવા ખેલાડી ઉભરીને સપાટી પર આવ્યા છે. ર્મની, ઇંગ્લેન્ડ અને બેલ્જયમ જેવા દેશોના પ્રવાસી ખેલાડીઓની પણ આ સ્થતી છે. આજે દુનિયાભરમાં પ્રવાસીઓની ટિકા થઇ રહી છે. તેમને તમામ સમસ્યાની જડ તરીકે ગણાવીને તેમને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જા આવા લોકો ઘુસી ગયા છે તો તેમને કાઢી મુકવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો પોતાની ચૂંટણી ઝુંબેશ દરમિયાન પ્રવાસીઓને બહાર કરવાનો મુદ્દો મુખ્યરીતે બનાવ્યો હતો. ઇંગ્લેન્ડના બ્રેક્સટ નિર્ણય પાછળ પણ પ્રવાસીઓનો જ મુખ્ય મુદ્દો હતો. કેટલાક શરણાર્થી દરરોજ યુરોપની નજીક દરિયામાં ડુબીને મરી જાય છે. અમારા પડોશમાં રોહિગ્યાને તેમના વતન દેશમાં સ્વીકાર કરવામાં આવી રહ્યા નથી. ફિફા વર્લ્ડ કપના કારણે ફરી એકવાર જારદાર ચર્ચા છેડાઇ ગઇ છે. દુનિયામાં સંશાધનોની વહેંચણી ખુબ જ અસામાન્ય અને અસમાન છે. લોકો પારસ્પરિક રીતે સુખ દુખ વહેચીને સાથે રહે તે જરૂરી છે.ફિફા વર્લ્ડ કપમાં આ વખતે ફ્રાન્સની ટીમમાં મોટા ભાગના ખેલાડી પ્રવાસી હતા. આવી સ્થતીમાં શરૂઆતમાં તેની ટિકા પણ થઇ હતી. પહેલા પણ ફ્રાન્સની ટીકા થતી રહી છે. કોઇ પણદેશ પોતાના મુળબુત દેશના ખેલાડી ટીમમાં રહે તેવી ઇચ્છા રાખે છે. ક્રોએશિયાની સ્થતી આવી જ હતી. આફ્રિકન મુળના ખેલાડીઓનુ પ્રભુત્વ ફ્રાન્સમાં રહ્યુ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




