લખનઉ,તા.૩૦
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં વિવાદિત જમીનના મામલામાં સુનવણી જાન્યુઆરી સુધી મુલતવી રાખતા રાજકીય નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. એક તરફ રામ મંદિરના નિર્માણ માટે વટહુકમ લાવવાની માગ ઉઠી રહી છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, હાલમાં તેની કોઇ શક્્યતા દેખાઇ રહી. તેમણે સ્પષ્ટ કર્યુ કે, ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. સાથે જ તેમણે સુપ્રીમને આ મામલાનો ઉકેલ લાવવા પણ અપીલ કરી હતી.
યોગીએ મંગળવારે જ કહ્યું કે, અમે બંધારણીય જાગવાઇઓથી બંધાયેલા છીએ. સુપ્રીમ કોર્ટ જલ્દીથી આ મામલાનું સમાધાન કરે. ન્યાય મળવામાં મોડું થાય તો લોકોમાં નિરાશા વ્યાપી જાય છે. તેમણે કહ્યું કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં છે, પરંતુ દેશની શાંતિ અને સૌહાર્દ માટે અને વ્યાપક આસ્થાનું સમ્માન કરવા માટે જે વિકલ્પો છે તેના પર વિચાર થયો જાઇએ.
મંદિર નિર્માણમાં મોડુ પર સંતોની નારાજગીના સવાલ પર તેમણે કહ્યું હતુ કે, ”સંતોનું અમે સમ્મામ કરીએ છીએ. આ સમય એવો છે કે જેમાં સંતોએ ધૈર્ય રાખવું જરૂરી છે, જેથી દેશમાં સૌહાર્દ વાતાવરણ જળવાઇ રહે.’
મહત્વની વાત છે કે, યોગીએ રામ મંદિર પર વટહુકમ લાવવાની સંભાવનાને ફગાવી દેતા બીજા વિકલ્પોનો ઉલ્લેખ કર્યો છે, તેમણએ કહ્યું કે,’અમે ઇચ્છીએ છીએ કે સર્વસમંતિથી મામલાનું સમાધાન આવે, નહીંતર અમારી પાસે બીજા વિકલ્પો પણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



