અમરેલીમાં પીક અપ બોલેરો-સંતોની કાર વચ્ચે અકસ્માત : એક સંતનો દેહવિલય

0
221

અમરેલી,તા.૨૧
અમરેલી નજીક ગોખરવાળા પાસે બોલેરો પીક અપ બોલેરો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાર વચ્ચે અકસ્માત થતા સંત સહિત ત્રણ વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન એક સંતનો દેહવિલય થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના ગોરખવાળા નજીક માલ સામાન ભરેલો પીકઅપ બોલેરો અને સ્વામિનારાયણ સંપ્રદાયની કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વરૂપદાસ કોઠારી સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નિધન થતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY