- હાલમા અજાણ્યા લોકો દ્રારા છોકરાઓ પકડી જાય છે.એવી ઘટનાઓ બને છે.
અને અડધા પકડાય જાય છે,તે અમો છોકરા પકડવા વાળા નથી ,અમે તો ભીખારી છે કે ફેરી કરી કામ ધંધો કરવા વાળા છે એવુ જણાવે છે.
જે લોકો શરીરે સ્વસ્થ છે,એ લોકો શા માટે ભીખ માંગે છે ?
મજુરી -મહેનત કે કામધંધો કરી જીવન શા માટે નથી જીવતા ?
બિજા ગરીબ લોકો મહેનત કરી જીવન જીવે જ છે ને ?
અને અજાણ્યા વિસ્તાર મા ભીખ માંગવા શા માટે જાય છે ?
ભીખ માંગવાની આડમા ખોટા ધંધાઓ થાય છે , શું એ બંધ કરવુ જરૂરી છે કે નહી ?
એટલે સરકારે શરીરથી સ્વસ્થ જે લોકો ભીખ માંગે છે તેમના પર તાત્કાલિક કાયદો પસાર કરી ભીખ માંગવાનુ બંધ કરાવવુ જોઇને.
અને અજાણ્યા વિસ્તાર મા અજાણી વ્યક્તિએ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશને પોતાના ઓળખના પુરાવા આપી પછી જ તે વિસ્તાર મા રોકાવુ કે જવુ ,
ગામડામા અજાણ્યા લોકોએ કોઈ પણ ધંધ વેપાર માટે ફેરી ફરવી હોય તો તલાટી, સરપંચ ને ઓળખના પુરાવા રજૂ કર્યા સિવાય ગામડાઑમા જવુ નહી એવા કડક કાયદા બનાવવા જોઈએ .
અથવા એરીયા પ્રમાણે સમાજ ના હિત માટે સરકારી કમઁચારી ને જવાબદારી સોંપવી જોઈએ.
જેથી એવુ ના બને કે એતો ભીખારી હતા કે બિજા કામ માટે ના નિર્દોષ લોકો હતા.
મારા આ વિચારો જંગ એ ગુજરાતના ઝવેરી સાહેબ ને યોગ્ય લાગે તો આપણે સૌવ ભેગામળી લડત આગળ વધારીએ.
અમે તમારી સાથે છે.
લખનારઃ સુરેન્દ્ર (સુરેશ )ભાઈ શાંતિલાલ વસાવા.
મુ.પો.અરેઠી,તા.નેત્રંગ,જિ.ભરૂચ
ફોન નંબર =9687830365
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





