અફવાનું બજાર તેજ : બાળક ચોરની શંકાએ ત્રિપુરામાં એક વ્યક્તિની હત્યા

0
161

અફવા ફેલાઈ હતી કે ત્રણ વ્યક્તિઓ બાળકો ચોરવા આવ્યા છે
અગરતલા,તા.૨૯
દેશભર અફવાનું ઘોડાપૂર હજુ સમ્યુ નથી. ત્રિપુરા રાજ્યમાં ટોળાએ એ વ્યક્તિને બાળક ચોરની શંકાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભોગ બનનાર વ્યક્તિ ઉત્તર પ્રદેશનો રહેવાશી હતો. ત્રિપુરાના અગરતલા શહેરમાં એવી અફવા ફેલીઇ હતી કે ત્રણ વ્યક્તિઓ બાળકો ચોરવા આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ અફવા જંગલની આગની જેમ ફેલાઇ ગઇ. ભોગ બનનાર ફેરિયો હતો અને તેનું નામ જાહિર ખાન હતું. તેના બે સાથીદારો ગુલઝાર અને ખુરશીદ ખાનને ઇજાઓ થઇ હતી. આ ત્રણેય વ્યક્તિઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે.
હજુ સુંધી એ વાત જાણી શકાઇ નથી કે સ્થાનિક લોકોને કેમ એવુ લાગ્યુ કે આ ત્રણ લોકો બાળકો ચોરે છે અને આ અફવા કોણે ફેલાવી. પણ અફવાના પગલે હજારો માણસો એકત્ર થઇ ગયા અને ત્રણેયને ખૂબ માર માર્યો જેમાં એક વ્યક્તિનું મોત થયું. સ્થાનિક પોલીસે જણાવ્યુ કે, ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા પણ ટોળા પર કાબુ મેળવી ન શકાયો.
ટોળુ આ ત્રણેય માણસો પાછળ દોડ્યુ હતુ અને ટોળાએ બેરહેમીથી તેમને માર માર્યો. આ ત્રણેય વ્યક્તિઓને બચાવવા જતા પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. અફવા પર કાબુ મેળવવા માટે ટેક્સ્ટ મેસેજ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
સમગ્ર દેશમાં બાળક ચોર ગેંગની અફવાને કારણે ૨૪થી વધુ નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે અને આ અફવા રોકાવાનું નામ લેતી નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY