નર્મદા જિલ્લો અલગ થયાને વીસ વર્ષ થવા છતાં રાજપીપળા એસ ટી ડેપો સહીતના વિભાગોને સ્વતંત્રતા ક્યારે મળશે…?!

0
87

રાજપીપળા એસ ટી ડેપો હજુ ભરૂચ વિભાગ માંજ ગણાતા મોટા ભાગના નિર્ણયો બાબતે સ્વતંત્રતા નથી ત્યારે નર્મદા ને ભરૂચ થી અલગ કરવાનો શું મતલબ…?

રાજપીપળા: નર્મદા જિલ્લા ને ભરૂચ થી અલગ કર્યા ને વિસ વર્ષ થવા છતાં હજુ જિલ્લા ના વડા મથક રાજપીપળા ને અમુક સ્વતંત્ર કચેરીઓ ફાળવવામાં આવી નથી સાથે સાથે જિલ્લા ના મુખ્ય એવા રાજપીપળા એસ ટી ડેપો ને પણ ભરૂચ ની આંગળી પકડીને કામ કરવું પડતું હોવાથી મોટા ભાગના નિર્ણયો રાજપીપળા ડેપો ના સત્તાધીશો જાતે લઈ શકતા નથી એના કારણે એસ ટી બસો ની મરામત મુસાફરોની તકલીફ સહીત ઘણી સમસ્યાઓ પડી રહી છે ત્યારે ફક્ત ચૂંટણી ટાણે સરકારે વોટ બેંક ઉભી કરવાજ આવા કેટલા જિલ્લા કે તાલુકાઓ અલગ કરી એવા જિલ્લાઓ ને સ્વતંત્રતા આપી નથી…? શું વિકાસ ના નામે જિલ્લા અને તાલુકાઓ અલગ કરી સરકાર ફક્ત પોતાની કામગીરી બતાવવા માંગે છે…?નર્મદા જિલ્લા ના દરેક વિભાગ માં અલગ રેગગુલર અધિકારીઓ અને ડેપો જેવા વિભાગ ને સ્વતંત્રતા ક્યારે મળશે એ સવાલ લાંબા સમય થી પ્રજાના મોઢે ચઢ્યો છે ત્યારે હવે એ જોવું રહ્યું કે સાચી સ્વતંત્રતા ક્યારે મળશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY