ભુજ : આરટીઓ કચેરી દ્વારા અપાતા ડ્રાઈવિંગ લાયસન્સ હવે રાજ્યની કોઈપણ આરટીઓ કચેરીમાંથી રિન્યુ કરાવી શકાશે.તેવો પરિપત્ર બહાર પડતા બહાર વસતા વાહનચાલકો માટે આ નિર્ણય રાહતરૂપ બન્યો છે.
રાજ્યની વાહન વ્યવહાર કચેરીએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું છે કે અત્યારના નિયમ મુજબ ડ્રાયવીંગ લાયસન્સની મુદ્દત પૂરી થાય ત્યારે જે કચેરીએ લાયસન્સ ઈશ્યુ કર્યું હોય ત્યાં જઈને રિન્યુ કરાવવું પડે છે.કેટલાક અરજદારો લાયસન્સ મેળવ્યા બાદ મૂળ વ્યવસાય ક્ષેત્ર છોડી વ્યવસાય, લગ્ન વગેરે કારણોસર અન્યત્ર ચાલ્યા ગયા હોય છે તેમના લાયસન્સની મુદ્દત પૂર્ણ થતા રિન્યુ માટે મૂળ કચેરીએ ધક્કો ખાવો પડે છે.લાયસન્સના તમામ ડેટા હવે સારથી-૪માં ઓનલાઈન મોજુદ છે તેથી હવે લાયસન્સ રિન્યુ રાજયની તમામ આરટીઓ કચેરીમાં થઈ શકશે, જેના પર અમલ કરવા તમામ જીલ્લાની આરટીઓ કચેરીઓને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98781 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



