ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી અંગે આવતીકાલે જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે

0
5

આગામી તા.૪ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે : ગુજરાતની તમામ લોકસભા બેઠકો માટે તા.૨૩ એિ­લે મતદાન યોજાશે
સુરત, તા.૨૫
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટે સમગ્ર રાજ્યની ૨૬ બેઠકો માટે આવતીકાલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. ૪ એિ­લ સુધી ઉમેદવારી પતા ભરી શકાશે અને ૨૩મી એિ­લના રોજ મતદાન થશે. તેમજ ૨૩મે ૨૦૧૯ના રોજ મતગણતરી થશે.
ભારતના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા ગત ૧૦-૩-૨૦૧૯ના રોજ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯નો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગુજરાતની ૨૬ બેઠકો માટે એક સાથે ૨૩મી એિ­લના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે સુરત સહિત રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ૨૮-૩-૨૦૧૯ થી તા.૪-૪-૨૦૧૯ સુધી ઉમેદવારી પત્ર જે તે જિલ્લા કક્ષાએ ભરી શકાશે. તા.૫-૪-૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ૮-૪-૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્ર પાછી ખેંચી શકાશે અને ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. ૨૩-૪-૨૦૧૯ના રોજ મતદાન થશે અને ૨૩-૫-૨૦૧૯ના રોજ મતગણતરી થશે.
સુરત લોકસભા બેઠક માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ઉમેદવારી પત્ર મેળવી જરૂરી વિગતો તથા ડોક્યુમેન્ટ અટેચ કરીને ભરેલ ફોર્મ જમા કરાવી શકાશે. આવતીકાલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીની કાર્યાલય ધમધમતી થઈ જશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલ દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચૂંટણી શાખા માટે જરૂરી સ્ટાફ ફાળવી અન્ય વિભાગો, કચેરીઓમાંથી સરકારી કર્મચારીઓની ચૂંટણી ડ્યુટી માટેની વિગતો મેળવી તેને આખરી ઓપ આપવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY