600 કરતા વધારે ખેડૂતોના નામે બારોબાર લીધી 5400 કરોડની લોન

0
28
મહારાષ્ટ્રની કંપનીના ડિરેક્ટર સામે વિધાનસભામાં આક્ષેપો
– દેશની ભાગ્યે જ કોઈ બેંક એવી હશે જ્યાંથી લોન ના લેવાઈ હોય

મહારાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં નિરવ મોદી જેવુ સ્કેમ બહાર આવે તો નવાઈ નહી હોય. મહારાષ્ટ્રના એક વેપારીએ ખેડૂતોના નામ પર દેશની બેંકોમાંથી 5400 કરોડની લોન લીધી હોવાનો આક્ષેપ મહારાષ્ટ્ર વિધાનસભામાં થયો છે. વિપક્ષના નેતા ધનંજય મુંડેએ આ સ્ફોટક આક્ષેપ કરતા કહ્યું હતું કે રાજ્યના પરભની જિલ્લામાં આવેલી ગંગાખેડ શુગર એ્ડ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર રત્નાકર ગુટ્ટેએ 22 બોગસ કંપનીઓ બનાવી ઢગલાબંધ ખેડૂતોના નામ પર લોન લીધી છે. રત્નાકર ગુટ્ટે મહારાષ્ટ્રના છોટે નીરવ મોદી છે,દેશમાં ભાગ્યે જ કોઈ એવી બેંક બચી હશે જયાંથી રત્નાકર ગુટ્ટેએ લોન લના લીધી હોય. ધનજંય મુંડેએ દાવો કર્યો હતો કે ગંગાખેડ શુગર એન્ડ એનર્જી લિમિટેડે ખેતી અને ટ્રાન્સપોર્ટેશન સ્કીમ હેઠળ 600થી વધારે ખેડૂતોના નામ પર લોન લીધી છે અને હવે બેન્કોની નોટિસો આ ખેડૂતોને મળી રહી છે.આ પૈકીના કેટલાક ખેડૂતો એવા છે જેમના નામે 25 લાખ કરતા વધાર લોન લેવાઈ છે. વિધાનસભાના ફ્લોર પર થયેલા આક્ષેપો બાદ સ્પીકરે સમગ્ર મામલાની તપાસ કરવા માટે એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY