સ્કૂલના પ્રવાસે ગયેલી બસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓમાં ફેલાયો ભય

0
7

સુરત,તા.૨૬
સરીગામથી સ્કૂલનો પ્રવાસ ધરમપુર ગયો હતો. જેમાં એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. જા કે, ડ્રાઈવરે સમયસૂચકતાથી વિદ્યાર્થીઓને નીચે ઉતારી દીધાં હતાં. જા કે, આગની લપેટમાં આવેલી બસ સળગી હતી. જેથી વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો.
સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની બસ ધરમપુર પ્રવાસે ગઈ હતી. જેમાં એક બસના બોનેટમાંથી ધુમાડા નીકળતાં હતાં. જેની જાણ ડ્રાઈવરને થતાં તેણે સમયસૂચકતા વાપરી તમામ વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારી દીધાં હતાં. વિદ્યાર્થીઓ ઉતરી ગયાં ત્યારબાદ આગ વધુ ફેલાતા સમગ્ર બસ આગની ઝપટમાં આવી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ધરમપુર અને વલસાડ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી. જાકે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. વલસાડ ગ્રામ્ય પોલીસે સમગ્ર બાબતની વધુ તપાસ હાથ ધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY