બપોરના સમયે અછોડા તોડો મહિલાને લૂંટી ગયા
સુરત, તા.૧૨
અડાજણ સુમેરૂ રેસીડન્શી ખાતે રહેતી એક ગૃહિણીની સોનાની ચેઈનની લૂંટ કરી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ અડાજણ પોલીસ મથકે નોîધાતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ-પાલ એલ.પી. સવાણી રોડ પર આવેલ સુમેરૂ રેસીડેન્શીમાં રમીલાબેન મહેન્દ્રભાઈ ભણસાલી રહે છે. તેઅો ગત બપોરે ઘરમાંથી કામકાજ માટે બહાર ગયા હતા. ત્યારે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ગળામાંથી એક તોલા સોનાની ચેનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. રૂ.૩૧ હજારની મતાની કિંમતની સોનાની ચેનની લૂંટ કરવાની ઘટનામાં ગૃહિણીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



