પશુ આહારમાં દોઢ ગણો વધારો,દૂધ,ઘી, દહીં મોંઘુ થશે

0
17

ન્યુ દિલ્હી,તા.૨૬
હવે દૂધ, દહી મોંઘુ થશે.. ઘીના પણ ભાવ વધશે..કેમકે કાળા બજારીયોના પાપે સામાન્ય લોકોની હાલત ખરાબ થવાની છે. રાજ્યભરમાં પશુ આહારમાં દોઢ ગણો વધારો થયો છે. પશુ પાલક સહીત સામાન્ય વર્ગ પણ સટ્ટા બજારના સકંજામાં સકંજામાં આવી ગયો છે. જેમાં હવે પશુ આહાર પણ બાકાત નથી. પશુપાલકોને પશુઓની સારવારનો ખર્ચ વધી રહ્યો છે. જેના પગલે દૂધના ભાવમાં વધારા માટે ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે. જેની સીધી અસર દૂધ સંલગ્ન પ્રોડકટ્‌સ પર પડવાનો છે. કાળાબજારીયોના પાપે દૂધના સેક્ટરની ઘોર ખોદાઈ રહી છે.
સટ્ટોડિયાઓએ હવે પશુ આહારને પણ સટ્ટાબાજીમાંથી બાકાત નથી રાખ્યો. પોરબંદર સહીત રાજયભરમાં જ્યાં સુધી ખેડૂત પાસે મગફળી અને કપાસ હતો. ત્યાં સુધી ખોળ કપાસિયાનો ૫૦ કિલોના બાચકાનો ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂપિયા હતો. જે બાદ બજારમાં કાળા બજારી શરૂ થતા માત્ર ૨૦ દિવસમાં ૫૦ કીલોના ખોળ-કપાસિયાના ભાવ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા થઇ ગયા છે. જેથી સ્પષ્ટ છે કે ખેડૂત પાસેથી મગફળી અને કપાસ બંને ગયા પછી ખોળ કપાસિયાની આ કાળા બજારીનો વધેલો ભાવ અને રૂપિયાનો ફાયદો હવે સીધો મિલો તેમજ વેપારીઓ અને સટ્ટોડિયાઓને થઇ રહ્યો છે.
જયારે પશુ આહાર વેચવા માટે ખેડૂતો જાય છે ત્યારે ખેડૂતોને પુરા ભાવ મળતા નથી. જયારે સિઝન પૂર્ણ થઈ જાય પછી પશુ પાલકો પશુ આહાર ખરીદવા જાય છે. ત્યારે અઢી ગણો ભાવ ચૂકવવો પડે છે. જેની અસર દૂધ અને ઘીના ભાવો પર પડે છે અને દૂધ ઘીના ભાવ બમણા અને ત્રણ ગણા ચૂકવવા પડે છે. સામાન્ય રીતે એજન્ટ પ્રથા બંધ કરીને ખેડૂતો જાતેજ વેચાણ કરી શકે અને વેપારી પાસે મોટો સ્ટોક હોય ત્યારે મૂળ ભાવથી અને સામાન્ય પ્રોફિટ રાખીને વેચાણ કરે તો સામાન્ય જનજીવન પર પડતીમાંથી અસર રોકી શકાય તેમ છે. આમ તો સરકાર કાળા બજાર અને એજન્ટ પ્રથા બંધ કરવા અનેક કાયદા બનાવે છે. જયારે ખેડૂતો અને વેપારી વચ્ચેની વાત આવે ત્યારે એજન્ટ કમિશન સિવાય લે વેચ થતી નથી ત્યારે જા એજન્ટ પ્રથા બંધ થાય તેવી માંગ ઉઠી છે. આ સ્થિતિમાં બદલાવ ન થયો તો આગામી દિવસોમાં પશુપાલકોને ખર્ચ વધશે તો દૂધ અને ઘીના ભાવમાં પણ વધારો થશે એ નક્કી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY