સર્જિકલ સ્ટ્રાઈક પર દેખરેખ રાખનાર પૂર્વ સેના ઓફિસર નોર્ધન આર્મી કમાન્ડર ડીએસ હુડ્ડાએ કહ્યું

0
64

રાજકીય લાભ ખાંટવા કરાયો સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય….!!?
ન્યુ દિલ્હી,તા.૨૯
બે વર્ષ પહેલા દેશમાં થયેલ સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યા પછી વિપક્ષ અને સરકાર વચ્ચે જુબાની લડાઈ ચાલી રહી છે. બે દિવસ પહેલાં જ સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયો સામે આવ્યા પછી કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે કેન્દ્રની મોદી સરકાર પર રાજનીતિ લાભ લેવાનો આરોપ લગાવ્યો હતો. જે પછી હવે સર્જિકલ સ્ટ્રાઈક પર દેખરેખ રાખનાર પૂર્વ સેના ઓફિસર નોર્ધન આર્મી કમાન્ડર લેફટન્ટ જનરલ(રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ કહ્યુ કે, આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજકીય નેતૃત્વ માટે લેવામાં આવ્યો હતો.
તેમણે સાથે જ કહ્યુ કે, આ નિર્ણય પર સેના સંપૂર્ણ રીતે સહમત હતી, કારણ કે અમે પણ કંઇક કરવા માટે આતુર હતા. હુડ્ડાએ સાથે જ કહ્યુ કે, જો અમે ભવિષ્યમાં પણ પાકિસ્તાનને જવાબ આપવા માંગીએ છે તો અમે બીજી વખત પણ આ પ્રકારે હુમલો કરવા તૈયાર છે.
કોંગ્રસ તરફથી પણ એવો આરોપ લગાવવામાં આવ્યો છેકે, આ વીડિયોનો ટાઈમિંગ ખોટો છે. મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકારણ કરવા માંગી રહી છે. જે પછી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કહ્યુ કે, કોંગ્રસ સતત સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલો કરી રહ્યુ છે. જેનાથી પાકિસ્તાની આતંકવાદીઓ ખુશ થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી સર્જિકલ સ્ટ્રાઈકને ખૂનનો દલાલી કહી રહ્યા છે. તેમના માતા સોનિયા ગાંધી મોતનો સોદાગાર જેવા શબ્દો વાપરી ચુક્યા છે. તેમને કહ્યુ કે, સેના પર ગુલામ નબી આઝાદ પણ સવાલો કરતું રહ્યુ છે.
કોંગ્રેસે કહ્યુ કે, ભાજપ દેશના શહીદોના બલિદાનનું અપમાન કરી રÌšં છે. તેમના બલિદાનનો અપમાન જનક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ ેંઁછ કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક થઇ છે. જેનો કયારેય ખોટો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY