હિમાચલ પ્રદેશમાં બરફના તોફાનને કારણે રોડ સંપર્ક ખોરવાયો, ૭૦ પ્રવાસી ફસાયા

0
2

શિમલા,તા.૨૪
હિમાચલ પ્રદેશમાં અનેક દિવસોથી હિમવર્ષા અને બરફનું તોફાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે જ રવિવારે નેશનલ હાઇવે-૫ પર કિબ્બરથી કાઝાની વચ્ચે અનેક જગ્યાઓ પર ૩ વિદેશીઓ સહિત ૭૦ પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. આ માર્ગ પર બરફના તોફાનને કારણે રોડ બંધ થઇ ગયા હતા. રોડને સાફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારે હિમવર્ષા અને તોફાનને કારણે અનેક માર્ગ બંધ થઇ ગયા હતા. કુલ્લુ-મનાલી હાઇવે બંધ થઇ જતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં હિમપ્રપાત અને ભૂસ્ખલનના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગત બુધવારથી હવામાનમાં પલટો આવ્યો હતો.
ચીન-ભારત સરહદ પર સ્થિત શિપકી-લા-સીમા ચોકી પાસે ત્રણ દિવસ પહેલા થયેલા હિમપ્રપાતને કારણે ભૂમિ દળના પાચં જવાનની કોઇ જાણકારી મળી નથી. અધિકારીઓએ શનિવારે આ અંગે જાણકારી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY