મૃત્યુઆંક કુલ ૨૦ થયો : ઈજાગ્રસ્ત ૧૬ સારવાર હેઠળ
સુરત, તા. ૨૫
સરથાણા પ્રાણી સંગ્રહાલયના બાજુમાં આવેલ તક્ષશીલા આર્કેડમાં ગત બપોર લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને ૨૦ થયો છે. હજી પણ શહેરની વિવિધ હોસ્પિટલમાં ૧૮ લોકો સારવાર લઈ રહ્ના છે જે પૈકી એકની હાલત કટોકટ હોવાનું જાણવા મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગની દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦ લોકોના મોત નીપજ્યા છે. તક્ષશીલા આર્કેડ આગની ઘટના બાદ સ્થળ ઉપર પહોંચેલી ફાયરની ટીમ દ્વરા બીજા અને ત્રીજા માળે ફસાયેલા લોકોને બહાર કાઢવાની સાથે આગમાં ભુંજાઈ ગયેલ મૃતદેહો પણ સ્મીમેર હોસ્પિટલમાં પી.એમ. માટે રવાના કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી આવેલ મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૂકવામાં આવ્યા હતા તે ઉપરાંત આ ઘટનામાં ચોથા માળથી કૂદકો લગાવવાથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા અને ધુમાડાથી બેભાન થયેલા ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ ઈજાગ્રસ્તોના મોત થયા છે. આજે સવાર સુધી તક્ષશીલા આર્કેડની આગ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૨૦ થયો છે હજી પણ એક ઈજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



