ન્યુ દિલ્હી,તા.૧૩
અયોધ્યામાં રામમંદિર નિમર્ણિ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જાવાઈ રહી છે. દરમિયાન સરકાર અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા લગાવી શકે છે. આ મૂર્તિની કુલ ઉંચાઈ ૧૫૧ મીટર હશે. ૪૪ મીટરની ઉંચાઈવાળા ચબૂતરા ઉપર ૧૦૭ મીટરની મૂર્તિ સ્થાપિત થશે. આ માટેની તૈયારી પણ પૂરી કરી લેવાઈ છે. એવી સંભાવના છે કે દિવાળીના એક દિવસ પહેલાં અયોધ્યામાં ઉજવાનારા ‘દીપોત્સવ’ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિનો શિલાન્યાસ કરશે.
આ માટે ૩૦૦ બાય ૩૦૦ મીટરની જગ્યાનો ઉપયોગ કરાશે. અયોધ્યાના બન્ને પુલની વચ્ચે જ્યાં ક્વિન મેમોરિયલ છે ત્યાં જ મૂર્તિ લગાવવાનો પ્રસ્તાવ છે. આ અંગે અંતિમ નિર્ણય સ્થાનિક વહીવટી તંત્ર અને પર્યટન વિભાગે લેવાનો છે. તંત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર થોડા દિવસમાં કઈ જગ્યાએ મૂર્તિ લગાવવાની છે તેનો નિર્ણય લેવાઈ જશે. આખી મૂર્તિ તાંબાથી બનાવવામાં આવશે અને તેમાં સ્ટીલ તથા કોંક્રિટનો પણ પ્રયોગ કરાશે.
આટલી ભવ્ય મૂર્તિ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ આકર્ષણમાં વધારો કરવા માટે બાજુમાં જ મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ઓડિટોરિયમ પણ બનાવાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


