ન્યુ દિલ્હી,તા.૧૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરૂદ્ધ નિવેદન આપવાનું બસપા નેતા જયપ્રકાશને મોંઘુ પડ્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ તત્કાલ પ્રભાવથી જયપ્રકાશને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા છે. જયપ્રકાશ બસપાના રાષ્ટÙીય ઉપાધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટરના પદ પર હતા.
માયાવતીએ જયપ્રકાશ પર કાર્યવાહી કરતાં કહ્યુ કે, “મને બસપાના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર જયપ્રકાશ સિંહના ભાષણ અંગે ખ્યાલ પડ્યો, જેમાં તેઓએ બસપાની વિચારધારા સામે વાત કરી. એટલું જ નહીં તેઓએ બીજા પક્ષના નેતૃત્વ વિરૂદ્ધ વ્યક્તિગત ટિપ્પણી પણ કરી. આ તેમનું વ્યક્તિગત નિવેદન હોય શકે છે જેનાથી પાર્ટી સહમત નથી. એવામાં તેઓને તત્કાલ પ્રભાવથી તમામ પદો પરથી હટાવવામાં આવી રહ્યાં છે.”
કોંગ્રેસ બીએસપીની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી સમજૂતીની દિશામાં આગળ વધી રહ્યુ છે. એવામાં ઉત્તરપ્રદેશમાં બીએસપી નેતા જયપ્રકાશનું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અસફળ નેતા અને સોનિયા ગાંધીને વિદેશી મૂળના ગણાવ્યા હતા.
સોમવારે લખનઉમાં બસપા કોઓર્ડિનેટરની બેઠકમાં જયપ્રકાશે કહ્યુ હતું કે, “રાહુલ ગાંધી જા પોતાના પિતા પર ગયા હોત તો કંઈક આશા પણ હતી પરંતુ તેઓ પોતાની મમ્મી પર ગયા છે. તેમની મા સોનિયા ગાંધી વિદેશી છે, તેમાં વિદેશી લોહી છે એટલે હું દાવા સાથે કહી શકુ છું કે તેઓ ભારતીય રાજનીતિમાં ક્યારેય સફળ નહીં થઈ શકે.”
રાહુલ ગાંધીની વડાપ્રધાનની દાવેદારીને બીએસપી તરફથી પાર્ટીના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર જયપ્રકાશ સિંહે ફગાવતા કહ્યુ હતું કે, “ભારતનો વડાપ્રધાન પેટથી નહીં પેટીથી નીકળશે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




