ભાવનગર શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતા રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ..

0
231

ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતાં મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાનામંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.

વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમમાં વિધીવત પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી તથા હાજર મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધીવત ખુલ્લો મુકવામાં આવેલ હતો. ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં એરપોર્ટ રોડ પર જોગસપાર્ક અને વી.પી.સોસાયટી પાસે આવેલ અંબિકા પાર્કમાં આર.સી.સી રોડ બનાવવાનુ તથા પ્રિકાસ્ટ પેવિંગ બ્લોક સપ્લાય અને ફીટીંગ કરવાના કામો માટે મંજુર થયેલ ખર્ચ(અંદાજીત) રૂ. ૨૬,૦૦,૦૦૦/- તથા ઘોઘા રોડ મંત્રેશ કોમ્પલેક્ષ થી એરપોર્ટ રોડ બાલા હનુમાન મંદિર સુધીના રસ્તે સેન્ટ્રલ સ્ટ્રીટલાઇટનુ કામનો અંદાજીત ખર્ચ રૂ. ૧૯.૦૫ લાખ થયેલ છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના ટી.પી સ્કીમ નં.૩ (રૂવા)ના પ્લોટ નં. ૧૧૦ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના બાંધકામ અંગેના ખાતમુર્હત મંત્રીશ્રી વિભાવરીબેન દવે તથા મહાનુભાવો દ્વારા કરવમાં આવ્યુ હતું.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના બાંધકામનો અંદાજીત ખર્ચ રૂ. ૨.૮૪ કરોડનો થનાર છે. આમ કુલ રૂ. ૩.૨૧ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ મંત્રીશ્રી વિભાવરીબેન દવે અને મહાનુભાવો તથા ભાવનગરની જનતાની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ વિવિધ વિકાસના કામોના કાર્યક્રમમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, મેયરશ્રી મનહરભાઇ મોરી, કમિશ્નરશ્રી એમ એ ગાંધી, તેમજ પૂર્વ મેયરશ્રી તથા હાજર મહાનુભાવો દ્વારા વિવિધ વિકાસના કામોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, મેયરશ્રી મનહરભાઇ મોરી, કમિશ્નરશ્રી એમ એ ગાંધી, ડેપયુટી મેયરશ્રી, પૂર્વ મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY