હિંદુ આતંકવાદ પર ભાજપનું શું વલણ છે? : શિવસેનાનો ભાજપને સવાલ

0
13

મુંબઈ,તા.૩૦
ભાજપના સાથીપક્ષ શિવસેનાએ તેને હિંદુ આતંકવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે તાકીદ કરી છે. શિવસેનાએ કહ્યુ છે કે ભાજપ વિપક્ષમાં હતું. ત્યારે તેના દ્વારા હિંદુ આતંકવાદનો આકરો વિરોધ કરવામાં આવતો હતો.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારમાં આવતાની સાથે જ તે લોકોનું હિંદુ આતંકવાદ તરીકે બ્રાન્ડિગ કરી રહ્યુ છે અને તેમને સમાપ્ત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે. શિવસેનાએ કહ્યુ છે કે હિંદુ આતંકવાદ પર પોતાનું વલણ ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહ્યુ છે કે હિંદુ આતંકવાદ શબ્દ કોંગ્રેસે આપ્યો હતો અને તે વખતે ભાજપે હિંદુ આતંકવાદના શબ્દના વિરોધમાં સંસદથી સડક સુધી હંગામો કર્યો હતો.
સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હવે ભાજપની મહારાષ્ટ અને કેન્દ્ર એમ બંને સ્થાનો પર સરકાર છે અને હજીપણ હિંદુ આતંકવાદ પર ટીપ્પણીઓ થઈ રહી છે.
સરકારે આ દિશામાં પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાએ વડાપ્રધાન મોદી અને મહારાષ્ટના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસને ટાંકીને કહ્યુ છે કે સરકારે નિર્ણય કરવાનો છે કે તમામ હિંદુ આતંકવાદી છે અને તેમને ખતમ કરવા જોઈએ. હિંદુઓને હિંદુસ્તાનમાં મોદી-ફડણવિસના શાસનમાં આતંકવાદનું બિરૂદ અપાઈ રહ્યુ છે. આ પરેશાન કરનારી વાત છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY