ન્યુ દિલ્હી,તા.૩૦
છેલ્લાં એક વર્ષમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે અસરકારક કામગીરી કરતાં ટેક્સ રિફંડનાં કેસ ડબલ થયાં છે તેમજ તેને સુલઝાવવાનો સમય પણ ઘટ્યો છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતુ. સરકારનાં માસિક ડેવલપમેંટ મીટિંગ પ્રગતીમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે સુચના આપી હતી કે માનનીય પ્રધાનમંત્રીશ્રીની સુચના હતી કે ઈંકમટેક્સ ડિપાર્ટમેંટ પર વિશ્વસનીયતા વધે તેવાં પગલાં લો.
જેની અંદર વિવિધ સત્રે પગલાં લેવાયા છે. જેમાં ગત વર્ષ ઈંકમ ટેક્સ ડિપાર્ટમેંટે ૬૩ લાખ જેટલાં રિફંડ કેસનો નિકાલ કર્યો હતો. જે આ વખતે વધીને ૧.૨૨ કરોડ જેટલો થયો છે. તેમજ કેસ સોલ્વ કરવાની લિમિટ ૯૦ દિવસથી ઘટીને ૨૧ દિવસ સુધી પહોંચી છે. આ માટે ઓનલાઈન પ્લેટફોર્મ શરુ કરવામાં આવ્યુ છે. બીજું એ કે લોકોમાં ટેક્સ રિટર્ન કેમ દખલ કરવું તે અંગે કમિશનર લેવલનાં લોકો જાણકારી આપી રહ્યા છે.
તો લોકોને સાવધાનીપુર્વક પાન કાર્ડ ની વિગતો જાહેર કરવાંનું કહેવાય રહ્યુ છે. જેને લીધે તેઓ નોટિસમાંથી બચી શકે. તો લોકોને મેલ અને ટેક્સ મેસેજ દ્વારા ખોટી જાણકારી આપતાં અધિકારીઓ તરફ પગલાં પણ લેવામાં આવ્યા છે જે હેઠળ ૬ જેટલાં અધિકારીઓ પણ કાર્યવાહી કરવામાં આવી છે તો તેમને જેલમાં મોકલાયા છે, સસપેંડ કરાયા છે અને અન્ય ખાતાકીય પગલાં ભરવામાં આવ્યા છે. આમ ઈંકમ ટેક્સ ડિપાર્ટમેંટે કરદાતાઓનો વિશ્વાસ જીતવાં માટે વિવિધ સ્તરે કામગીરી કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


