શ્રીનગર,તા.૨
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સરહદ પર ચાલી રહેલા સંઘર્ષને નાટક ગણાવતુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઈક અને એ પછી ભારતની સીમામાં ઘુસેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડવાના એપિસોડ અને ભારતીય પાયલોટ અભિનંદનને હવે પાક દ્વારા મુક્ત કરાયા બાદ બે દેશો વચ્ચેનો તનાવ હળવો થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મહેબૂબા મુફ્તી પોતાના નિવેદનોથી ચર્ચામાં છે.
જમ્મુ કાશ્મીરમાં જમાત એ ઈસ્લામિક સંગઠને પાંચ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવતા પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ રેલીમાં પીડીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાડાયા છે અને પીડીપીના કાર્યકરોએ કેન્દ્ર સરકારનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. રેલી બાદ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ કે, ભારત અને પાકિસ્તાનના કારણે કાશ્મીરના લોકો ભોગ બની રહ્યા છે. મુફ્તીએ આ પહેલા ટિવટ કરીને જણાવ્યુ હતુ કે, સરકાર લોકશાહીના મુલ્યોને ભૂલીને જમાત એ ઈસ્લામી પર પ્રતિબંધ મુકી રહી છે. જેનો પીડીપી હમેશા વિરોધ કરશે. જે બાદ આજે શ્રીનગરમાં પીડીપીના કાર્યકરો સડક પર ઉતરી આવ્યા હતા. મહેબૂબા મુફ્તીએ જમાતે ઈસ્લામીના કાર્યકરોની ધરપકડનો પણ વિરોધ કર્યો છે. હવે મુફ્તીએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા નાટકનો ભોગ કાશ્મીરીઓ બની રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



