વાશિંગ્ટન,તા.૨
આતંકી કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઇકથી ગિન્નાયેલા પાકિસ્તાનને ભારતીય વાયુ સરહદ ક્ષેત્ર ઉલ્લંઘન પર હવે આકરી પ્રતિક્રિયા મળી શકે છે. અમેરિકાએ વિમાન હ્લ-૧૬ના દુરૂઉપયોગને લઇ જવાબ માંગ્યો છે. અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના મતે ભારતની વિરૂદ્ધ આ વિમાનના ઉપયોગ પર અમેરિકા એ એન્ડ યુઝર એગ્રીમેન્ટ ઉલ્લંઘન પર પાકિસ્તાન પાસેથી જવાબ માંગ્યો છે.
પાકિસ્તાની આર્મીની તરફથી હ્લ-૧૬ વિમાનને તોડી પાડવાને લઇ પણ ખોટું નિવેદન આપ્યું હતું. જા કે ભારતીય વાયુસેના એ વિમાનનો કાટમાળ રજૂ કરીને પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી દીધી છે. અમેરિકાએ હ્લ-૧૬ વિમાન બનાવ્યું છે. પાકિસ્તાનને આ વિમાનનો ઉપયોગ ભારતીય વાયુ સેના ક્ષેત્રનો ઉલ્લંઘન કરી ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાની નિષ્ફળ કોશિષ કરી હતી.
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ પ્રવકતાએ કહ્યું કે અમારી પાસે પાકિસ્તાન અને ભારતની વચ્ચે થયેલા આ ઘટનાક્રમનની માહિતી છે. અમે પાકિસ્તાનના દાવાની તપાસ કરી રહ્યાં છીએ. અમને પાકિસ્તાન દ્વારા સમજૂતીનું ઉલ્લંઘન કરાયાની માહિતી મળી છે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગોપનીયતાની શરતોના લીધા અમે તેના પર વધુ ચર્ચા કરી શકીએ નહીં.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના હ્લ-૧૬ વિમાનને ભારતના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તોડી પાડ્યું. આ વિમાનને તોડી પાડતા તેઓ ઘાયલ થયા હતા અને તેમને પાકિસ્તાની સેના એ કસ્ટડીમાં લઇ લીધા હતા. ચારેય બાજુથી ઘેરાયા બાદ પાકિસ્તાને કમાન્ડર અભિનંદનને મુકત કરી દીધા અને શુક્રવાર રાત્રે તેમની વતન વાપસી થઇ ગઇ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



