નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતાનો પાકિસ્તાની પ્રેમ
શ્રીનગર,તા.૨૫
લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાના થનાર મતદાનની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે નેતાઓનો જુબાની જંગ તેજ થઇ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા અકબર લોન એ પાકિસ્તાનને લઇ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાન આબાદ રહે, જે પણ પાકિસ્તાનને એક ગાળ આપશે તો તેમને હું ૧૦ ગાળો આપીશ.
ઘાટીના કુપવાડામાં એક જનસભાને સંબોધિત કરતાં અકબર લોન એ કહ્યું કે મારી પાર વાળું જે મુસલમાન મુલ્ક (પાકિસ્તાન) છે, તે આબાદ રહે, કામયાબ રહે, અમારી અને તેમની દોસ્તી વધે, પાકિસ્તાન અને હિન્દુસ્તાનની દોસ્તી પરસ્પર રહે. આ દોસ્તીનો હું આશિક છું, જા તેમને કોઇ એક ગાળ આપશે, તો હું તેમને અહીંથી ૧૦ ગાળો આપીશ.
અકબર લોનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. અકબર લોન પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાની સરકારમાં કેબિનેટ મંત્રીના પદ પર રહી ચૂકયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



