પુલવામા,તા.૧૮
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. તાજેતરની એક નવી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પુલવામામાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. ઠાર થનારો આતંકવાદી તહરીક-ઉલ-મુજાહિદ્દીનનો હોવાનું જણાવાઈ રહ્યું છે. કાશ્મીરના બારામુલાના પાટનમાં પોલીસ ટુકડી પર થયેલા ગ્રેનેડ એટેકને લઈને ઠાર થનારા આતંકીની શોધખોળ થઈ રહી હતી.
સુરક્ષાદળો દ્વારા ઠાર થનારા તહરીક ઉલ મુજાહિદ્દીનના આતંકવાદીની ઓળખ શૌકત ભટ તરીકે થઈ છે. આતંકી શૌકત ભટનું ઠાર થવું કાશ્મીર ખીણની શાંતિ માટે એક મોટી સફળતા છે. કાર્યવાહી બાદ સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં વિસ્ફટકો અને હથિયાર પણ જપ્ત કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






