ન્યુડ સીન વેળા તે ખચકાટ અનુભવે કરે છે : સ્કારલેટ

0
257

લોસએન્જલસ,તા. ૧૬
સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જાન્સને ભારે ચર્ચા ગાવી રહેલી ટ્રાન્સઝેન્ડર પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. રબ એન્ડ ટગ નામની ફિલ્મ ટ્રાન્સજેન્ડર પુરૂષની લાઇફ પર ફિલ્મ બનાવવામા ંઆવી રહી છે. એક વેશ્યાવૃતિ સેન્ટર ચલાવે છે. વ્યાપક ટિકા થયા બાદ સ્કારલેટે ભૂમિકા કરવાનો ઇન્કાર કરી દીધો છે. હવે અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરની સિક્વલ ફિલ્મ પણ બની રહી છે. જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. જાન્સનના ફ્રાન્સના પત્રકાર રોમેન ડાઉરિયાક વચ્ચેના બે વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. ૩૩ વર્ષીય સ્કારલેટની ત્રણ વર્ષીય પુત્રી પણ છે. વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત સ્કારલેટ અને ડાઉરિયાક એકસાથે દેખાયા હતા. વર્ષ ૨૦૧૩માં બન્નેએ સગાઇ કરી લીધી હતી. બન્ને છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં એક સાથે નજરે પડ્યા હતા સ્કારલેટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સેક્સ સિમ્બોલ તરીકેની તેની છાપના કારણે તે હેરાન છે. સેક્સ સિમ્બોલ તરીકે રહેવા તે બિલકુલ ઇચ્છુક નથી. સ્કારલેટ વર્ષ ૧૯૯૪થી હોલિવુડમાં સક્રિય છે. નાની વયમાં જ તે ફિલ્મોમાં એન્ટ્રી કરી ગઇ હતી. ત્યારબાદ તે સતત સફળ રહી હતી. ન્યુયોર્ક શહેરમાં જન્મેલી સ્કારલેલેટ જાન્સનના અગાઉ રેયાન રેનોલ્ડ સાથે સંબંધ હતા. પરંતુ તેમની વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો હતો. સ્કારલેટ જાન્સનની યાદગાર ફિલ્મોની વાત કરવામાં આવે તો હોર્સ વિસ્પર અને ઘોસ્ટ વર્લ્ડનો સમાવેશ થાય છે. સ્ટાર અભિનેત્રી જાન્સનના ચાહકોને પણ આ વાતની જાણ નથી કે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે તે પ્રથમ વખત સ્ટેજ પર દેખાઇ હતી.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY