અમદાવાદ,તા.૨૭
મુંબઇની એસએનડીટી સાથે જાડાયેલી રાજ્યની યુનિવર્સિટીની ડિગ્રી ગેરલાયક ઠેરવવામાં આવી છે. સરકારે એસએનડીટી સાથે જાડાયેલી ગુજરાતની કોલેજાની ૨૦૧૦ સુધીની જ ડીગ્રી સરકારે લાયક ગણાવી છે.
ભરૂચ, દાહોદ, સુરત સહિતના શહેરોની કેટલીક કોલેજા મુંબઈની એસએનડીટી યુનિવર્સિટી સાથે જાડાણ ધરાવે છે. આ નિર્ણય પછી ગુજરાતના એક હજારથી વધારે વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય છે.
સરકારે ૨૦૧૧ પછીની વિદ્યાસહાયકની ભરતીમાં એસએનડીટી યુનિવર્સિટીની ડિગ્રીઓ માન્યમાં રાખી નથી. આ મુદ્દા પર કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોષીએ સરકારને કડક શબ્દોમાં કહ્યું છે. તેમણે કહ્યું છે કે વહીવટી તંત્રની આંટીઘૂંટીનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે તે ચલાવી લેવામાં નહીં આવે. તેમને ન્યાય મળવો જાઇએ.
૨૦૧૦માં એસએનડીટી સાથેનું જાડાણ રદ્દ કરવામાં આવ્યું હતું. જે પછી ૨૦૧૦માં એસએનડીટી સાથે જાડાણ ધરાવતી કોલેજમાં ભણતા બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨માં તેમની ડિગ્રી મળે તે સીધુ ગણિત છે પરંતુ સરકારે આ બંન્ને વર્ષની પણ ડિગ્રી માન્ય રાખી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




