ન્યુ દિલ્હી,તા.૨૭
જાણીતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની “ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડના ડિફોલ્ટ થવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો. આ કંપની ડિફોલ્ટ થતા તેની સાથે સંકળાયેલા રોકાણકારો, બેન્કો અને મ્યુચ્યુઅલ ફંડોના હિત બુરી રીતે પ્રભાવિત થયા છે. આ ઘટનાથી ઈકિવટી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે તો એનબીએફસી ક્ષેત્રમાં પણ ભારે ઉથલપાથલ મચી છે. આ પ્રકારની પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ ન થાય તે માટે સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નીતિ બનાવી રહી છે.
સુમાહિતગાર સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર મોટી કંપનીઓમાં અચાનક ડિફોલ્ટની સ્થિતિ ન આવે તેના માટે કેન્દ્ર સરકાર જાખમી કંપનીઓની શોધ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. સરકાર અલ્ગોરિધમ આધારિત એક પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે, જે રેગ્યુલેટર્સને નબળી અને રોકડથી જાખમી થયેલી કંપનીઓ અંગે સતર્ક કરશે.
કોર્પોરેટ અફેર્સ મંત્રાલય આ માટે સેન્ટ્રલ સ્ક્રુટિની સેન્ટર વિકસિત કરી રહ્યુ છે, જે તમામ કંપનીઓના ફાઈલિંગની ચકાસણી કરશે અને કોઈપણ પ્રકારના જાખમ અંગે રેગ્યુલેટરને સતર્ક કરશે. જે કંપનીઓ પર શંકા હશે તેમની તપાસ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા કરવામાં આવશે અને તેમને અન્ય રેગ્યુલેટરી એજન્સીઓ પાસે પણ મોકલી શકાય છે. ઈ-ગવર્નન્સ સેલ આગામી કેટલાક મહિનાઓમાં આ અલ્ગોરિધમને વિકસિત કરી લેશે. ઓળખ કરવાનો વધુ આધાર ફાઈનાન્સિયલ પેરામીટર્સ પર રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




