રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર પ્રક્રિયામાં કોઇ ભેદભાવ નહી થશે તેવો ગૃહમંત્રીએ વિશ્વાસ અપાવ્યો એનઆરસી દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો, ડ્રાફ્ટ હજુ ફાઇનલ નથીઃ રાજનાથસિંહ

0
113

એનઆરસી વિશે ખોટો ડર ઉભો થઈ રહ્યો છે, કોઈની સામે કડક કાર્યવાહી નહીં થાય
ન્યુ દિલ્હી,તા.૩
અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) નો ફાઈનલ ડ્રાફ્ટ સામે આવ્યા બાદ મચેલા રાજકીય ઘમાસાન વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિરોધ પક્ષના ભેદભાવના આરોપોને ફગાવતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આ ડ્રાફ્ટ અસમ સમજુતિ અંતર્ગત જ બનાવવામાં આવ્યો છે. તેમાં કોઈ જ પ્રકારના ભેદભાવને શંકાને સ્થાન નથી.
સાથે જ રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખમાં બનેલા આ ડ્રાફ્ટમાં જે લોકોના નામ શામેલ નથી તેમન દાવો કરવાનો પ્રર્યાપ્ત સમય આપવામાં આવશે. કેન્દ્રએ કહ્યું છે કે, આ મામલે કોઈ જ કારણ વગર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અયોગ્ય બાબત છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફાઈનલ ડ્રાફ્ટ છે નહીં કે ફાઈનલ એનઆરસી. ૨૪ માર્ચ ૧૯૭૧ પહેલા રાજ્યમાં રહી રહેલા વ્યક્તિઓના નામ શામેલ કરવામાં આવ્યાં છે. જે લોકો પાસે લૈંડ રેકોર્ડ, પાસપોર્ટ, વીમા પોલિસી હતી તેમના નામ પણ એનઆરસીમાં શામેલ કરવામાં આવ્યાં છે. જેની પાસે જરૂરી દસ્તાવેજ છે તેમના નામ નહીં છુટે. અન્ય રાજ્યોના નાગરિકો જે આસમમાં રહી રહ્યાં છે તેઓ પણ ૧૯૭૧ પહેલા દેશમાં ક્યાંસ સર્ટિફિકેટ બતાવવા પર એનઆરસીમાં શામેલ કરવા યોગ્ય માનવામાં આવશે. રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રક્રિયા ૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. એનઆરસીને અપડેટ કરવાનો નિર્ણય ૨૦૦૫માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યાલયમાં કરવામાં આવ્યો હતો.
ગૃહમંત્રીએ રાજનાથ એનઆરસી પર હોબાળો મચાવનારા પર નિશાન તાકતા કહ્યું હતું કે, આ મુદ્દે બિનજરૂરી ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. કેટલીક ભ્રમણાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રોપેગેંડા ફેલાવવામાં આવી રહ્યો છે જેથી કરીને સાંપ્રદાયિક સૌહાર્દને નિશાન બનાવી શકાય. આમ ન થવું જાઈએ. દરેક દેશનું દાયિત્વ છે કે તે એ જાણકારી મેળવે કે તેના દેશમાં કેટલા તેના નાગરિકો છે અને કેટલા વિદેશી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY