સોશિયલ મીડિયા પર નવી કેરાલા ડોનેશન ચેલેન્જ વાયરલ

0
26

તિરુવનંતપુરમ્‌,તા.૨૦
ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયા પર કીકી ચેલેન્જ જેવી જ કેરાલા ડોનેશન ચેલેન્જ વાયરલ થઈ છે.
રંગ દે બસંતી ફેઈમ એક્ટર સિધ્ધાર્થે આ ચેલન્જ આપીને સાબિત કર્યુ છે કે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સમાજના હિતમાં પણ થઈ શકે છે.
એકટરે આ ચેલેન્જ પુરી કરનારાઓને એટલે કે કેરાલાને દાન કે ડોનેશન અથવા તો કોઈ મદદ આપનારાઓને તેમનો ફોટો પણ પોસ્ટ કરવા માટે અપીલ કરી છે. જેથી બીજા લોકોને પણ તેમાંથી પ્રેરણા મળી શકે. આ માટેની પહેલ સિધ્ધાર્થે પોતે ૧૦ લાખ રૂપિયાનું ડોનેશન આપીને કરી છે.
સિધ્ધાર્થે ટ્‌વીટ કર્યુ છે કે હું તમને પણ ચેલેન્જ આપુ છુ, મેં કેરાલા ડોનેશન ચેલેન્જ પુરી કરી છે, શું તમે કરશો
સિધ્ધાર્થ પહેલા શાહરુખ, અક્ષયકુમાર જેવી સેલિબ્રિટિઝ કેરાલાના લોકોની મદદ માટે આગળ આવી ચુકી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY