ગેરકાયદે જોડાણોના પાપે પાણીની સમસ્યાથી શહેરીજનોની આત્મવિલોપનની ચિમકી

0
80

વડોદરા,તા.૧૦
સરકારી કામોમાં વિલંબ થાય કે અન્ય કોઇ સમસ્યાનો નિવેડો ન આવે તો કેટલાક નાગરિકો સરકારનું નાક દબાવવા માટે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા થયા છે. જેને પગલે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કર્મીઓને સ્ટેન્ડબાય રહેવાની નોબત સર્જાઇ છે. અલબત્ત, આત્મવિલોપનની ધમકી ઉચ્ચારનારા ફરકતા નથી. જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં છેલ્લા ૧૦ દિવસ દરમિયાન ૩ વખત ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર સાથે પોલીસ જવાનો સહિત એમ્બ્યુલન્સ સાથે પેરામેડિકલ સ્ટાફને વહેલી સવારથી સાંજ સુધી તૈનાત રહેવું પડયું હતું. છેલ્લા ૧૦ દિવસ દરમિયાન બે મહિલા સહિત ત્રણ વ્યક્તિએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.
અલબત્ત, ત્રણે વ્યક્તિમાંથી એકપણ વ્યક્તિકલેક્ટર કચેરીના પ્રાંગણમાં ફરક્યો ન હતો. આજવારોડ વિસ્તાર લકુલેશ નં-૧ સામે નવી વસાહતમાં રહેતા મગનભાઇ વસાવાએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સવારથી ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર તૈનાત કરાયા હતા. તદુપરાંત એમ્બ્યુલન્સવાન સહિત પેરામેડિકલ સ્ટાફ તેમજ પોલીસ કર્મીઓએ હાજર રહેવાની નોબત આવી હતી.સમસ્યાના નિરાકરણની માગ સાથે આત્મવિલોપનનિ ચિમકી આપવાની પ્રથા જિલ્લાના વહીવટી તંત્ર માટે માથાના દુઃખાવા સમાન બની છે.
શહેરના પૂર્વ વિસ્તારના આજવારોડ વિસ્તારની અનેક સોસાયટીઓ પાસે પાઇપ લાઇનમાં ભંગાણ સર્જી પાણીના ગેરકાયદે જાડાણો આપવામાં આવ્યા છે. જ્યારે બીજીબાજુ ઇલેક્ટ્રીક મોટર દ્વારા પાણી ખેંચવાની તરકીબ જારી છે. જેને પગલે છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરિકોને પિવાનું પાણી મળતું ન હોવાનો આક્ષેપ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY