લોકસભા ચૂંટણીઓ પછી ભાજપાની નવી સરકાર બની ગઈ. અમિત ભાઈ શાહ મંત્રી બન્યા પછી એક પછી એક મંત્રીઓ અને રાજ્યપાલો તેમને મળવા પહોંચી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ શાહને મળ્યા કાશ્મીર અંગે ખાસ બેઠક પણ થઈ અને ખબર આવી કે કાશ્મીર રાજ્યને નવા છેડાથી અંતિમ સીમાંકન કરવામાં આવશે. પછીથી કહેવામાં આવ્યું કે નહીં નહીં આવી કોઈ વાત નથી. સુરક્ષાને લઈને વાત ચાલી રહી છે. નવી સરકારની પાસે પોતાના ખુદનો ૩૦૩ સીટ વાળો જનાદેશ છે. કોઈના સમર્થનની જરૂરત નથી. કોઈને પૂછવાની પણ આવશ્યકતા નથી. અને અમિત શાહે ચૂંટણીમાં જારશોરથી વાયદો કર્યો હતો કે જેવી મોદીજીના નેતૃત્વમા નવી સરકાર બનશે તો કાશ્મીરમાં ધારા ૩૭૦ તુરંત દૂર કરી દેવામાં આવશે. દેશે ભાજપાને મોદીના નામ ઉપર અને કામ ઉપર ૩૦૩ સીટો વાળી પ્રચંડ બહુમતી આપી છે જેથી તેઓ જલ્દી થી જલ્દી કામ શરૂ કરે. એટલા માટે કે કાશ્મીરને ભારતથી અલગ કરવા વાળી કલમ૩૭૦ તુરંત દૂર કરે. અંતિમ સીમાંકન તો પછીથી પણ થઈ શકે છે પરંતુ સૌથી અગત્યનો મુદ્દો ૩૭૦નો છે જેના માટે દેશવાસીઓએ પણ મોદી- શાહ પર ભરોસો કરીને ભારે જનાદેશ આપ્યો છે.
નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક થી ખબરો આવી રહી છે કે કાશ્મીર રાજ્ય વિધાનસભા ક્ષેત્રનો નવા છેડાથી સીમાંકન કે અંતિમ સીમાંકન કરવાની વાત ચાલી રહી છે. અંતિમ સીમાંકન પણ કરે તેમાં કોઈને કાઈ વાંધો નથી. પરંતુ અંતિમ સિમાકનને બહાને ધારા ૩૭૦ ફરી એક ખૂણામાં મુકી દેવામાં ન આવે એ પણ જોવું પડશે. સીમાંકન કરવાનુ કોઇ લાંબી કે મોટી વાત નથી સીમાંકન આયોગ ની રચના કરીને એ આ કામ થઈ શકે છે તે પ્રશાસન નું કામ છે. કાશ્મિર માટે તો સૌથી મોટો મુદ્દો છે તે કલમ ૩૭૦ હટાવવી છે. ૨૦૧૪માં ભા.જ.પા એ વાયદો કર્યો હતો. ૨૦૧૯ સુધી પાંચ વર્ષમાં આના ઉપર કાંઈ ન થયું અને ૨૦૧૯ ની ચુંટણી માં ફરી થી વાયદો કર્યો કે એવી મજબૂત સરકાર બનાવો કે આકરામાં આકરો નિર્ણય લઈ શકે. હવે લ્યો મતદાતાઓએ તમારા મનની વાત સાંભળી અને ૩૭૦નો આકરો ફેંસલો લેવાને માટે જનાદેશ આપ્યો છે.ત્યારે હવે તેના ઉપર પણ કોઈ કાર્યવાહી થાય અને દેશના લોકોને એવું લાગે કે સરકાર નોટ બંધી જેવા આકરા નિર્ણયની સાથે કલમ૩૭૦ દૂર કરવાનો આકરો નિર્ણય પણ કરી શકે છે….!
ચૂંટણીના વાયદા ફક્ત વાયદા જ નથી હોતા તેને વાસ્તવિક અમલીકરણ કરી શકાય છે એવું લોકોને લાગવુ પણ જોઈએ.માન્યુ કે વિતેલા પાંચ વર્ષમાં ૩૭૦ને માટે મન માન્યું ન હતું પરંતુ પીડીપીથી અલગ થયા બાદ અને કાશ્મીરની તાજા પરિસ્થિતિને જોતા તેને ભારતની સાથે ભેળવી દેવાને માટે ૩૭૦ દૂર કરવી જ પડશે. ભા.જ.પા.ના શીર્ષ નેતા શ્યામાપ્રસાદ મુખરજી એ કાશ્મીરને માટે પોતાનું બલિદાન આપ્યું હતું. જ્યાં શ્યામાપ્રસાદ શહિદ થયા તે કાશ્મીર અમારું છે. આ પ્રકારના નારા પણ ભા.જ.પા એ વર્ષોથી આપ્યા છે. શ્યામાપ્રસાદને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે ૩૭૦ ખતમ કરી દેવામા આવે અને ભારતના લોકો પણ કાશ્મીરમાં રહી શકે, કારોબાર કરી શકે, રોજગાર કરી શકે જેથી દૂધના ગ્લાસમા જે રીતે સાકર ભળી જાય તેવીજ રીતે કાશ્મીર પણ ભારતની સાથે એક થઈ જાય કાશ્મીરના લોકો પણ કન્યાકુમારી સુધી જઈને રહી શકે અને કારોબાર કરી શકે. અંતિમ સીમાંકનના બહાનાની પાછળ છુપાયેલી ધારા ૩૭૦ ને બહાર લાવીને લોકસભામાં તો મોદીજીની સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. ૩૦૩ વાળા એટલું તો કરી શકે છે. એકવાર લોકસભામાં ૩૭૦ હટાવવાનો પ્રસ્તાવ આવે જેથી ખબર પડે કે વિરોધ પક્ષમાં કોણ કિયા ઊભું છે.” જેલમ નદી કા પાની ભી ઇન્તેઝાર મે હૈ કી કબ ૩૭૦ હટે ઔર વહ ભી ગંગા જમુનાસે જા મિલે…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



