સોખડા-મીરસાપુર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન પકડાયો જથ્થો
વડોદરા,તા.૬
લાકડાના વેરની આડમાં બોરસદ ખાતે લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો સોખડા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો છે. રૂપિયા ૨૬ લાખના વિદેશી દારુ સાથે ઝડપાયેલી ટ્રક રાજસ્થાનથી આવી હતી. પોલીસે આ ગુનામાં ત્રણ બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકા પોલીસ શહેર નજીક આવેલા સોખડા-મીરસાપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. તે સમયે પોલીસને વિદેશી દારુ ભરેલી એક ટ્રક બોરસદ તરફ જઇ રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ પસાર થઇ રહેલા વાહનોનું ચેકીંગ શરૂ કર્યું હતું.
દરમિયાન પસાર થઇ રહેલી એક શંકાસ્પદ ટ્રકને રોકી હતી. રોકેલી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં લાકડાનો વેર ભરેલો હતો. પોલીસને વધુ શંકા જતાં ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૦ પેટી મળી આવી હતી. લાકડાના વેરની આડમાં વિદેશી દારુનો જંગી જથ્થો જાઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



