
આગમાં ૨૦૦ જેટલા ઝૂંપડાઓ અને રૂપિયા ૪ થી ૫ લાખ રોકડા બળીને ખાક
વડોદરા,તા.૬
શહેર નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી. ખાતે આવેલી સત્યમ કોમ્પોસિટસ પ્રાઈવેટ લિમેટેડ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કંપની પાસે આવેલા ૨૦૦ જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થઇ ગયા હતા. કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ઝૂંપડાવાસીઓનો ઘરવખરી સામાન અને અંદાજે રૂપિયા ૪ થી ૫ લાખ રોકડ બળીને ખાક થઇ ગયું હોવાનું અનુમાન છે. આગના બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના ૫ બંબા સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર પોર જી.આઇ.ડી.સી.માં ૫૦૦ જેટલી નાની-મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ફાયબરના પતરાં બનાવતી સત્યમ કોમ્પોસિટસ પ્રાઈવેટ લિમેટેડ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ આવેલી છે. આજે બપોરે આ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ભભુકતાજ કંપનીમાં કર્મચારીઓએ નાસભાગ કરી મુકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કંપની નજીક આવેલા ૨૦૦ જેટલા ઝૂંપડાઓને આગની લપેટમાં લઇ લીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


