અમદાવાદ,તા.૬
રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલ ડેનિસ કોફીબારની બહાર રોડ પર બે યુવાનોએ હવામાં કરેલા ફાયરિંગના ચકચારી કેસ બાદ શહેર પોલીસે હાઇવે પર મોડી રાત સુધી ચાલતા કોફીબાર, રેસ્ટોરાં અને ખાણીપીણીનાં બજારો રાતે ૧૧ વાગ્યા પછી બંધ કરાવી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
એસ.જી.હાઇવે અને એસ.પી.રિંગ રોડ આવેલા કોફીબાર, રેસ્ટોરાં યુવાધન માટેનો મોજ મસ્તીનો અડ્ડો બની ગયા છે. જેનો લાભ કેટલાંક તોફાની તત્વો ઉઠાવી રહ્યાં છે. તોફાની તત્વોને કંટ્રોલ કરવા માટે તેમજ કોઇ માથાકુટ ના થાય તે માટે પોલીસે આ નિર્ણય લીધો છે. રાતે ૧૧ વાગે રેસ્ટોરાં, કોફીબાર અને ખાણીપીણી બજાર બંધ કરી દેવા માટે પોલીસ તમામને નોટિસ પાઠવશે..
રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ પર આવેલા ડેનિસ કોફીબારની બહાર રોડ પર ગત શુક્રવારે મેક્સી પટેલ નામના નબીરાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.
વસ્ત્રાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ કરનાર મેક્સી પટેલ, તેના મિત્ર જયમીન પટેલ અને અરવિંદ પંડ્યાની ધરપકડ કરી હતી. ક્રૂઝ કારમાં ત્રણ યુવકો આવ્યા હતા. જેમાં મેક્સી પટેલે કારનું હુડ ખોલીને સ્ટાર્ટર ગનથી હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્ટંટબાજી કરતા ત્રણેય યુવકો પૈકી બે યુવકો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



