માતાની મમતા શર્મસાર પુત્રને ઢોર માર મારી વીડિયો ઉતાર્યો

0
52

સુરત,તા.૨
માતા હંમેશા પોતાના પુત્રના માટે કોઇ પણ હદે રક્ષા કરતી હોય છે પરંતુ સુરતના ડીંડોલી વિસ્તારમાં માતાની મમતાને શર્મસાર કરે તેવી ઘટના બની છે. જેમાં માતા જ પુત્રની મારઝૂડ કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં માતૃત્વને લાંછન લાગી રહ્યુ છે તેમ કહી શકાય.
ઘટના કંઇ આ પ્રકારની છે જેમાં એક દંપતિના છૂટાછેડા થયા હતા. જેમાં છૂટાછેડા પછી પત્નીએ પોતાના પતિ પાસે ભરણપોષણ માટે રૂપિયાની માંગણી કરી હતી. જેના માટેનો મામલે માતાએ પોતાના જ માસુમ પુત્રને માર મારવાનું શરૂ કર્યું. માતાએ પોતાના ૪ વર્ષના પુત્રનો વીડિયો બનાવી પતિને બ્લેકમેલ કર્યો હતો.
આ વીડિયોમાં જાવા મળે છે કે, માતા પોતાના જ પુત્રનો હાથ દોરી વડે બાંધની તેને માર મારી રહ્યા છે. આ વીડિયોમાં પુત્રનો જાર જારથી રડવાનો અને ચિચયારીઓ સંભળવા મળી રહી છે. માતા આ વીડિયોના માધ્યમથી પોતાના પતિને બ્લેકમેલ કરવા માંગે છે.
એટલું જ નહીં સમગ્ર ઘટના પોલીસ સામે પહોંચી છે ત્યારે સામે આવ્યું કે, પતિએ પત્નીને ભરણપોષણ માટેના પૈસા ન આપવાના કારણે પુત્ર પર અત્યાચાર કરી રહી છે. તેમજ તેને પુત્રને મારી નાખવાની પણ ધમકી આપી છે. આ વીડિયો સામે આવ્યા પછી પોલીસે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY