પંદર વ્યક્તિઓનો જીવ લેનાર વાઘને પકડવા બંદોબસ્ત માટે રૂ. ૧૨ કરોડ ખર્ચાશે

0
12

મુંબઈ,તા.૨
યવતમાળમાં રાળેગાવ, કળંબ અને પાંઢરકવડા તાલુકામાં અંદાજે ૧૫ જણનો જીવ લેનારા વાઘના બંદોબસ્ત માટે વન વિભાગ યોગ્ય પગલાં લીધા છે. તે માટે જંગલમાં વિશિષ્ટ ઠેકાણે બંદોબસ્ત કરવા માટે બાર કરોડ રૂપિયાનુ ફંડ મંજૂરીર થયાની માહિતી વન અધિકારી સુનીલ લિમયેએ આપી હતી.
વાઘને બેશુદ્ધ કરવા માટે મધ્ય પ્રદેશથી ચાર હાથી અને અન્ય કર્મચારીઓ બોલાવાયા હોવાનુ પણ જણાવ્યું હતું. વાઘ પ્રભાવીત ક્ષેત્રમાં હોવાથી હાથી પર બેસીને શોધ શરૂ કરીને વાઘને ઘેરીને બેશુદ્ધ કરવામાં આવશે. વાઘના ડરથી રાળેગાવ, કળંબ, પાંઢરકવડા તાલુકામાં ખેડૂતોએ ખેતરમાં જવાનુ બંધ કરી દીધુ છે.
ગામવાસીઓએ વાઘ માટે કંઈ પગલાં લેવાની માગણી કરી હતી. જેથી વન વિભાગ તરફથી પ્રભાવિત ક્ષેત્રમાં ઉંચા ટાવર બાંધવામાં આવશે એવુ પણ સુનીલ લિમયેએ જણાવ્યું હતું. ખેડૂતો ખેતી કરવા માટે આવે એ માટે કોઈ ટાવર પર ઉભા રહીને ચારેય બાજુ નજર રાખશે.
સરાટી, બોરાટી, લોણી, બંદર, મોહદા, વેડશી, સાવરખેડા, વરધ, ડોંગરખર્ડા, કિનવટ, તેજની વિહરીગાવ ક્ષેત્રમાં વાઘ હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જેના લીધે અમુક મહ¥વની જગ્યાએ ફેન્સીંગ બાંધીને સંરક્ષણ આપવા બાર કરોડ રૂપિવાનુ ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. એ વખતે મુખ્ય વનરક્ષક પી.જે. રાહુલકર, ઉપ વનરક્ષક કે. અર્ભણા, અસિસ્ટન્ટ મેનેજર વસંત સરપે ઉપસ્થિત હતા. તેમની સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY