દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ,પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0
12

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨
દિલ્હી-એનસીઆરમાં રવિવારે પણ ભારે વરસાદ પડયો છે. જેના કારણે દિલ્હીના ઘણાં વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે. શનિવારે પણ દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. તેને કારણે ઘણાં સ્થાનો જળમગ્ન થયા હતા. વરસાદ અને જળભરાવને કારણે દિલ્હીમાં ઠેકઠેકાણા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. લોકોને ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડયો હતો.
જા કે હવામાન વિભાગે દિલ્હી અને હરિયાણા સહીતના તમામ ઉત્તર ભારતીય અને ઈશાન ભારતીય રાજ્યોમાં આગામી બે દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગત ૨૪ કલાકમાં સફદરજંગમાં ૨૪.૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દિલ્હીના પાલમમાં ૧૯.૯ મિલિમીટર વરસાદ થયો છે.
હવામાન વિભાગના એક અધિકારીએ કÌšં આકાશ વાદળછાયું રહેશે. દિવસભર દિલ્હીના ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. દિલ્હીના આરટીઓ, આશ્રમ, આનંદવિહાર, લાજપતનગર સિવાય ચિલ્લા બોર્ડર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પૂર્વ દિલ્હીના વિકાસ માર્ગ પર કડકડડૂમાથી લઈને લક્ષ્મીનગર અને આઈટીઓ સુધી વાહનોની લાંબી કતારો પણ લાગી હતી.
મુખ્ય માર્ગો પર પાણી ભરાવા સિવાય સંપર્ક માર્ગો પણ જળમગ્ન બન્યા છે. જેને કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. નવી દિલ્હી વિસ્તારમાં આવેલા મિન્ટો રોડ પર જળભરાવને કારણે તમામ વાહનોના આવાગમન રોકવામાં આવ્યા હતા. પાણી ભરાવવાને કારણે ઓખલા રોડ, જામિયા નગર, સંગમ વિહાર, ખાનપુર, પુલ પ્રહલાદપુર, સરિતા વિહાર જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ સર્જાયો હતો.
હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વોત્તર ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તથા ઉત્તરાખંડ સહીતના ઉત્તર ભારતના રાજ્યોમાં રવિવારે મૂસળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિÂક્કમના હિમાલય પર્વતમાળા હેઠળના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા અને છત્તીસગઢના કેટલાક સ્થાનો પર આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં મૂસળધાર વરસાદ તથા નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સોમવારે પણ વરસાદ થવાની સંભાવના છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY