જાગ્યા ત્યાંથી સવાર કરીને નવો આરંભ કરીશ : અનુરાગ કશ્યપ

0
10

મુંબઈ,તા.૧૦
આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે હોસ્પિટલના બિછાનેથી સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે હવે હું હોસ્પિટલની બહાર આવ્યા બાદ નવો આરંભ કરવાનો છું.
ગયા સપ્તાહે અતિ ટૂંક સમયમાં અનુરાગે ઘણી બધી લીલી સૂકી જાઇ લીધી. સૌથી પહેલો શાક એને પોતાની ફેન્ટમ ફિલ્મ્સના એક ભાગીદાર વિકાસ બહલ પર મૂકાયેલા છેડછાડના આક્ષેપોનો લાગ્યો. એણે તરત એક નિવેદન પ્રગટ કરીને કહ્યું કે અમારી એક ભૂતપૂર્વ કર્મચારીએ મને પણ અન્ય ભાગીદારોની જેમ વિકાસના ગેરવર્તનની ફરિયાદ કરી હતી પરંતુ અમારા કાનૂની સલાહકારોએ મને ગેરમાર્ગે દોર્યો. જે કંઇ બન્યું એ માટે હું દિલગીર છું.
બીજી બાજુ એની મનમર્ઝિયાં ફિલ્મ હિટ નીવડી એનો આનંદ હતો. આ ફિલ્મે જા કે એક નાનકડો વિવાદ સર્જ્યો હતો. શીખનો રોલ કરતો અભિષેક બચ્ચન ધૂમ્રપાન કરતો રજૂ થયો એ સામે શીખ સમાજે જારદાર વિરોધ નોંધાવતાં એવા વાંધાજનક દ્રશ્યો કાપી નાખવાની અનુરાગને ફરજ પડી હતી.
ત્રીજી મહત્વની બાબત એ બની કે ચાર ડાયરેક્ટર્સે ભેગા મળીને ફેન્ટમ ફિલ્મ્સ નામની જે કંપની સ્થાપી હતી અને ક્વીન તથા ઊડતા પંજાબ જેવી સરસ ફિલ્મો આપી હતી એ કંપનીનું વિસર્જન થયું અને ચારે ડાયરેક્ટર્સ ફરી એકવાર જુદા થઇ ગયા. જા કે અનુરાગે કેમ હોસ્પિટલમાં દાખલ થવું પડયું એનો ખુલાસો આ નિવેદનમાં કરાયો નહોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY