મુંબઈ,તા.૩
બોલિવુડ અભિનેત્રી સોનાલી બેંદ્રેને કેન્સર હોવાની જાણ થતાં બોલિવુડ અને ફેન્સ સ્તબ્ધ છે. જોકે સોનાલી આ બીમારી સામે હિંમતથી લડી રહી છે અને પોઝિટિવ લિવિંગનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. સોનાલી પોતાની હેલ્થ અને પર્સનલ લાઈફ સાથે જાડાયેલી અપડેટ્સ પોસ્ટ કરતી રહે છે. મેટાસ્ટેટિક કેન્સર સામેની જંગમાં સોનાલીને પરિવારનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.
સોનાલી હેલ્થ અંગે તાજેતરમાં જ તેની નણંદે માહિતી આપી હતી. ત્યારે હવે સોનાલીના પતિ ગોલ્ડી બહલે સોનાલીની હેલ્થ અપડેટ આપી છે. ગોલ્ડીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સોનાલીએ સકારાત્મક રીતે ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે અને સપોર્ટ માટે તમામનો આભાર માન્યો.
કેન્સરની ટ્રીટમેન્ટને પગલે સોનાલીએ પોતાના વાળ પણ કપાવી નાખ્યાં છે. થોડા દિવસ પહેલા જ સોનાલીએ દીકરા રણવીર સાથેની એક તસવીર ઈમોશનલ મેસેજ સાથે પોસ્ટ કરી હતી. ૧૨ વર્ષનો રણવીર આ કપરા સમયમાં સોનાલીની હિંમત બનીને તેની સાથે ઊભો છે.
સોનાલીએ ૪ જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પહેલી વાર પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. જેમાં સોનાલીએ લખ્યું હતું કે, ક્યારેક જિંદગી પાસેથી બહુ ઓછી આશા રાખીએ છીએ ત્યારે જ જીવન એક કર્વબોલ ફેંકે છે. હાલમાં જ મને હાઈગ્રેડ કેન્સર હોવાની જાણ થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



