તારક મહેતા કા ઉલ્ટા શાએ ડિપ્રેશનથી પરેશાન લોકોને બચાવ્યા છે : નટ્ટુ કાકા

0
206

મુંબઈ,તા.૩
ફેમસ કામેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. જો કે આ જશ્નને મનાવવામાં નહતું આવ્યું જેનું કારણ આ સીરિયલમાં ડો. હાથીનું પાત્ર નિભાવનાર કવિ કુમાર આઝાદનું અચાનક મૃત્યુ નિપજવુ છે. આ દરમિયાન શોમાં મુખ્ય પાત્ર નિભાવનારા નટ્ટુ કાકાએ એવુ રહસ્ય ખોલ્યું છે જે જાણીને તમે ચોંકી જશો.
શોમાં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનારા ઘનશ્યામ નાયકે તાજેતરમાં જ કહ્યું, “તારક મહેતા કા ઉલ્ટા શોએ ડિપ્રેશનથી પરેશાન લોકોને બચાવ્યા છે. હું એક એવા માણસને ઓળખું છું જે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. તારક મહેતાનાં એક એપિસોડે તેને આવુ કરતા રોક્યો અને જીવવા માટે નવું કિરણ આપ્યું. એટલા સુધી કે એ વ્યક્તિએ શોનો આભાર પણ માન્યો.” ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની શરૂઆત ૨૦૦૮માં થઇ હતી. આ શો દરેક ટીવી પર આવે છે અને સતત ટોપ-૧૦માં રહે છે.
ઉલ્લેખનીય છે કે ડો.હાથીનાં નિધનનાં સમાચારથી સીરિયલની પૂરી સ્ટારકાસ્ટ હતપ્રભ થઇ ગઇ હતી. જો કે ડો. હાથીનાં નિધન બાદ શોની ટીઆરપીમાં જોરદાર વધારો થયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY