પરીક્ષા ચાલુ થતા પેહલા તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક કરી ગુલાબ સાથે શુભેચ્છા આપવાથી રિજલ્ટ માં કોઈ ફેર પડશે …?!
રાજપીપલા: આજ થી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ વહીવટી તંત્ર ના અધિકારીઓ દ્વારા પરીક્ષા માં જતા વિદ્યાર્તીઓ ને તિલક કરી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા અપાઈ હતી ત્યારે એમ લાગ્યું કે ઘણા વર્ષો થી નર્મદા જિલ્લાનું બોર્ડ નું પરિણામ ખુબ નબળું આવતું હોય તંત્ર દ્વારા તેને સુધારવા સરકારી કાર્યક્રમો સિવાય કોઈ ખાશ પગલાં નથી લેવાયા તો શું ગુલાબ ,તિલક જેવા નાટ્યાત્મક અને પ્રસિદ્ધિ મેળવવા કરાતા આ તાયફા યોગ્ય છે …?શું સારા પરિણામ માટે શિક્ષણ વિભાગ કોઈ નક્કર પગલાં લેશે…?
નબળા પરિણામ માટે શું પગલાં લીધા તેમ પૂછતાં નીપાબેન પટેલે જણાવ્યું હતું કે હજુતો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે,રિજલ્ટ નથી આવ્યું , મારે સાગબારા મિટિંગ માં જવું છે માહિતી નિયામક ને બધી વિગતો આપી છે એમ કહી ઉતાવળિયો અને ઉડાવ જવાબ આપતા જિલ્લા શિક્ષણાધિકારી ની આ વાત થી નથી લાગતું કે ચાલુ વર્ષે પણ રિજલ્ટ માં કોઈ ખાશ ફેર પડશે .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"