નંબર સ્ટેબલ છે તો ચશ્મા ઉતરી શકે

0
26

ચશ્મા પહેરતા પહેરતા જા તમે થાકી ગયા છો કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, જુહી ચાવલા, ઇન્ટરનેશનલ ગોલ્ફર ટાઇગર વુડ્‌સ ની જેમ જ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે.

જાણકાર આંખના નિષ્ણાંત તબીબો કહે છે કે જા નંબર સ્ટેબલ છે તો આંખમાંથી નંબરના ચશ્મા ઉતરી શકે છે. સેન્ટર ફોર સાઇટના ચીફ ડોક્ટર મહિપાલ સચદેવે કહ્યુ છે કે લેજિક અને સ્માઇલ એવી ટેકનોલોજી છે જે ચશ્માને ઉતારી દેવામાં ખુબ ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. આ ટેકનિક એજ વખતે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દર્દીના આંખના નંબર સ્ટેબલ એટલે કે સ્થર થઇ જાય છે. તેની વય ઓછામાં ઓછી ૨૦ વર્ષની રહે તે જરૂરી છે. તબીબો કેટલાક ટેસ્ટ બાદ આ ટેકનિકનો ઉપયોગ કરવા માટે મંજુરી આપે છે. ડોક્ટર સચદેવે કહ્યુ છે કે લેજિક ૨૫ વર્ષ જુની ટેકનિક છે. જે સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે ચે. ૯૦ ટકા દર્દી આના કારણે ખુશ રહે છે અને સંતુષ્ટ રહે છે. તે બે પ્રકારના ટેસ્ટ હોય છે.

એક બ્લેડવાળી પ્રક્રિયા હોય છે જેના પર ૪૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બીજી પ્રક્રિયા બ્લેડફ્રી હોય છે. જેના પર ૭૦ હજારથી ૬૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક સમયમાં સ્માઇલ ટેકનોલોજી એવી છે જે સૌથી લેટેસ્ટ છે. તે લેજિકની તુલનામાં ખુબ અસરકારક સાબિત થઇ રહી છે. તેમાં ફ્લેપ બનાવવા માટેની જરૂર હોતી નથી. સાથે સાથે બ્લેડ ફ્રી હોય છે. ત્યારબાદ દર્દીને બોક્સિંગથ લઇને દરેક પ્રકારની એÂક્ટવિટી કરી શકે છે. તેમાં કોઇ તકલીફ હોતી નથી. આજ કારણસર છે કે આધુનિક સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ હવે વધારે કરવામાં આવી રહ્યો છે. સૌથી વધારે આ ટેકનોલોજી હવે લોકપ્રિય થઇ રહી છે. ખાસ બાબત એ છે કે લેજિકમાં જ્યાં ૨૨ એમએમમાં ચીરો મારવામાં આવે છે. જ્યારે આમાં માત્ર બે એમએમનો ચીરો મારવામાં આવે છે. જેમાં રિક્વરી પણ સારી હોય છે. તે માઇનસ ૧૦ સુધીના ચશ્માને ઉતારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે વિજનની રિક્વરી પણ ઝડપી હોય છે. તેમાં સિંગલ લેજર મારફતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.

ઓપરેશન બાદ લેજિકમાં ચીરો મોટો હોવાના કારણે આંખમાં ડ્રાઇનેસ કમ થઇ જાય છે. લેજિકની તુલનામાં આનો આઉટકમ શ્રેષ્ઠ રહે છે. જા કે તે લેજિકની તુલનામાં ખર્ચાલ રહે છે. તેમાં ૧.૩૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. .આધુનિક સમયમાં મોટા ભાગે લોકોના નંબરના ચશ્મા જાવા મળી રહ્યા છે. આવી સ્થતીમાં નંબરને લઇને ચાહકો પરેશાન છે. નંબરને દુર કરવા માટે તમામ લોકો પ્રયાસ કરે છે. આને માટે જંગી નાણાં પણ ખર્ચ કરે છે. ચશ્માને દુર કરવા માટે જુદા જુદા ફિટનેસ ફંડા અપનાવવામાં આવે છે. આવી સ્થતીમાં કેટલાક કેસમાં સફળતા પણ મળે છે. સવારમાં જુદી જુદી કસરત પણ કરવામા ંઆવે છે. આધુનિક સમયમાં મેડિકલ ક્ષેત્રમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે. આઇ અથવા તો આંખના ક્ષેત્રમાં પણ હવે નવી નવી ટેકનોલોજી આવી રહી છે. જે અસરકારક સાબિત થઇ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY