લધુમતીઓની કલ્યાણ યોજનાઓ સહિત તેમના પ્રશ્નો, મુશ્કેલીઓ બાબતે મેળવ્યો તાગ.

0
40

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય લધુમતી કમિશનના સભ્ય એવા શ્રી ખુરશેદ દસ્તૂરે તાજેતરમાં ડાંગ જિલ્લાની જાતમુલાકાત લીધી હતી.

દરમિયાન ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, લધુમતી સમુદાયના અગ્રણીઓ વિગેરે સાથે યોજાયેલી બેઠકમાં શ્રી દસ્તૂરે જિલ્લામાં માયનોરિટી કોમ્યુનિટિ માટેની અમલી વિવિધ યોજનાઓ, અને તે અંગે હાથ ધરાયેલી કામગીરીનો તાગ મેળવ્યો હતો.

લધુમતી શૈક્ષણિક સંસ્થાઓના અપગ્રેડેશન સહિતની કામગીરીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે, તેમ જણાવતા શ્રી ખુરશેદ દસ્તૂરે લધુમતી સમુદાયના વિઘાર્થીઓને મળતી વિવિધ શૈક્ષણિક સહાય, શિષ્યવૃત્ત્િા, સ્વરોજગારી માટેની તકો, તાલીમ, બેંક લોન સહાય જેવી બાબતે પણ સૂક્ષ્મ વિગતો મેળવી, ઉપયોગી સૂચનો કર્યા હતા. તેમણે લધુમતી સમુદાયના ઉપસ્થિત રહેલા અગ્રણીઓના પ્રશ્નો, તથા મુશ્કેલીઓ સાંભળી જિલ્લા પ્રશાસનને નિયમોનુસાર કાર્યવાહી કરવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો.

ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે જિલ્લામાં લધુમતી સમુદાયની સ્થિતિનો ચિતાર રજુ કરી, તેમના માટે હાથ ધરાયેલી કાર્યવાહી વિગતો રજુ કરી હતી. ચર્ચા દરમિયાન કલેક્ટર શ્રી કુમારે જિલ્લા પ્રશાસન દ્વારા લધુમતી સમુદાય સહિત સૌ પ્રજાજનોના કલ્યાણ માટેની યોજનાઓ તથા તેમના પ્રશ્નો, ફરિયાદો, રજુઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે વહિવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.

આહવાની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ મુલાકાત, બેઠકમાં લધુમતી સમુદાયના અગ્રણીઓ સહિત નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર, પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ પટેલ ઉપરાંત સંબંધિત વિભાગો/કચેરીના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY