લીલી પરિક્રમામાં જતી એસટી બસ પલટી જતા ૪૫થી વધુ લોકો ઘાયલ

0
78

જામનગર,તા.૧૭
ખંભાળીયા ડેપોથી સવારે ૬.૩૪ વાગે ઉપડેલી ખંભાળિયા- જૂનાગઢ રૂટની એસટી બસ ભાટીયા પાસે પલ્ટી મારી જતા મુસાફરોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જૂનાગઢ જતી આ બસમાં ૯૪ જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. મોટાભાગના મુસાફરો લીલી પરિક્રમા માટે જતા હતા. જેમાં ૪૫થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા ૩૫ને જામખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ૧૦થી વધુ મુસાફરોને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇને પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
હાલ લીલી પરિક્રમાને લઇને બસ ખીચોખીચ ભરાઇ ગઇ હતી. બસની અંદર ૯૪ જેટલા મુસાફરો સવાર હતા ત્યારે કોઇ કારણોસર આ બસ પલ્ટી મારી જતા ૪૫થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી. ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસ પલ્ટી મારી જતા ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
બસ પલ્ટી મારી જતા ડીઝલ ભરેલી ટેન્કનું ઢાંકણુ પણ ખુલી ગયું હતું અને મસાફરો ડીઝલથી લથબથ થઇ ગયા હતા. અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકોએ ઉંધી પડેલી બસમાંથી લોકોને કાઢવાનું રાહત કાર્ય ચાલુ કરી દીધું હતું અને મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY