ભરૂચ નેશનલ હાઇવે પર નબીપુર અને પાલેજ નજીકથી શંકાસ્પદ પાન,મસાલા,તમાકુ તથા બીડીનો જથ્થો ઝડપાયો  

0
12

ભરૂચ એલ.સી.બી.ની ટીમને આ જ્થ્થો પકડવામાં સફળતા મળી

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જીલ્લામા બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી.ભરૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર પી.એન.પટેલને માર્ગદર્શન તથા સુચના મુજબ એલ.સી.બી. ભરૂચના પો.સ.ઇ. કે.જે.ધડુક તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી નાઓ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ભરૂચ ને.હા.નં ૪૮ ઉપર નબીપુર નજીક આવેલ પ્રિન્સ હોટલ તથા પાલેજ નજીક આવેલ પંચવટી હોટલની બહાર આવેલ પાન મસાલા તથા કટલરી સામાનની દુકાનોમાં પાન મસાલા, બીડી ,તમાકુંનો શંકાસ્પદ જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા નબીપુર બ્રીજ નજીક આવેલ પ્રિન્સ હોટલ કંપાઉન્ડમાં આવેલ દુકાનના સંચાલક (૧)મહેન્દ્રકુમાર પ્રતાપરામ રાવલ હાલ રહે. પ્રિન્સ હોટલ તા.જી.ભરૂચ મુળ રહે. પાલી રાજસ્થાન તથા (૨) મોહમંદ અબ્દુલા ઉર્ફે લક્ષમણકુમાર રમેશકુમાર પ્રજાપતિ હાલ રહે. પ્રિન્સ હોટલ નબીપુર તા.જી.ભરૂચ મુળ રહે. પાલી રાજસ્થાનાઓના કળ્જામાંથી શંકાસ્પદ વિમલ પાન મસાલા તથા અલગ અલગ બનાવટની બીડીનો કુલ જથ્થો કિં રૂ ૧૫,૬૦૦/- નો બીલ આધાર પુરાવા વગરનો શંકાસ્પદ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ છે. અને બંને ઇસમોની વધુ તપાસ અર્થે અટકાયત કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY