ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર બોલેરોના ચાલકે કાબુ ગુમાવતા અફરાતફરી

0
41

ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ઢાળ પાસે બોલેરો કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ૨ દુકાનો અને ૧૦ થી ૧૨ વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર તા૪થીના રોજ બપોર ના સમયે ઝાડેશ્વર રોડ પર આવેલ સબરી વિદ્યાલય ના ઢાળ પાસે ના રોડ પર બોલેરો કાર ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર પાર્ક કરેલ અન્ય મોટરસાયકલો અને માટલાની દુકાન તેમજ કેબીનોમાં ધડાકાભેર કાર અથડતાં એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અચાનક પૂરપાટ ઝડપે માતેલા સાંઢની જેમ બુલેરો કાર ધસી આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.હાલ તો સમગ્ર ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી પરંતુ બોલેરો ચાલકે તમામ નુકશાની આપવા જણાવતા કોઇ ફરીયાદ નોંધાવા પામી ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY