ગોરી મેમ સૌમ્યા ટંડન શો છોડશે

0
144

ગોરી મેમ તરીકે સૌમ્યા ટંડન હાલમાં ટીવી સિરિયલ મારફતે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી ચુકી છે. થોડાક દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સૌમ્યા ટંડન અથવા તો ગોરી મેમ પણ ખુબ જ લોકપ્રિય ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હે છોડી રહી છે. ત્યારબાદ એવુ પણ જાણવા મળ્યુ હતુ કે તે બિમાર છે અને પોતાની સારવાર કરાવી રહી છે. પરંતુ હવે જે અહેવાલ આવી રહ્યા છે તે એ છે કે તે પરિવાર વધારી દેવાની તૈયારીમાં છે. હકીકતમાં ટેલિવીઝનમાં લોકપ્રિય પાત્રો દ્વારા શોને અધવચ્ચે છોડી દેવાની બાબત કોઇ નવી બાબત નથી. આ શોની સાથે પહેલા પણ આવુ બની ચુક્યુ છે. અત્રે યાદ રાખવા જેવી બાબત એ છે કે આ શોની પહેલી અંગુરી ભાભી શિલ્પા શિન્દેએ પણ શો અધ વચ્ચે છોડી દઇને ભારે ચર્ચા જગાવી હતી. હાલમાં એવુ જાણવા મળી રહ્યુ છે કે સૌમ્યા મેકર્સની સામે પોતાના પેપર મુકી ચુકી છે. તે ઓગષ્ટ સુધી નોટીસ પિરિયડ પર હાલમાં કામ કરી રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે સૌમ્યા પોતાના માટે નવા અવસર પણ શોધી રહી છે. જા ેકે અમને સુત્રો પાસેથી માહિતી મળી છે કે સૌમ્યા ફેમિલી વધારી દેવાને લઇને પણ પ્લાનિંગ કરી રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે સૌમ્યા છેલ્લા ત્રણ વર્ષથી આ શોના હિસ્સા તરીકે છે. તેને હવે લાગે છે કે આગળ વધવા અને નવી દિશામાં આગળ વધવા માટે કામ કરવાનો સમય આવી ગયો છે. સૌમ્યાને આ સંબંધમાં જ્યારે પુછવામાં આવ્યુ ત્યારે સૌમ્યાએ કોઇ ટિપ્પણી કરી ન હતી. ટેકસ્ટ મેસેજમા જવાબમાં કહેવામાં આવ્યુ છે કે તેને આ અંગે જાણ થઇ છે કે તેના ફેમિલી પ્લાનિગને લઇને હેવાલ આવી રહ્યા છે. તેનુ કહેવુ છે કે જા બેબી થશે તો તેને ખુશી થશે. મધરહુડ એક ખુબ શાનદાર અનુભવ તરીકે છે. તે ચોક્કસપણે આ સુવર્ણ તકને ગુમાવવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે જા આવા કોઇ સમાચાર હશે તો તે તમામ લોકોને વાત કરશે. હાલમાં તેની પાસે લોકો સાથે શેયર કરવા માટે કોઇ સમાચાર નથી. તેનુ કહેવુ છે કે તેના નિર્માતા નિર્દેશકો ખુબ જ મિલનસાર લોકો છે. તેમની સાથે કોઇ પણ મતભેદ અથવા તો તકરાર નથી. એ વખતે તેને નિર્માતા નિર્દેશકો તરફથી કહેવામાં પણ આવ્યુ હતુ કે તે પ્રેગનન્સી દરમિયાન પણ શોમાં રહી શકે છે. ત્યારબાદ મેટરનિટી લીવ પર જઇ શકે છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં હવે શાનદાર ફેરફાર થઇ રહ્યા છે. તે આનુ સ્વાગત પણ કરે છે. જા કે સૌમ્યા ટંડનના મામલે વાસ્તવિક માહિતી હજુ સુધી મળી શકી નથી.સૌમ્યા ટંડન દ્વારા શો છોડી દેવાની વાત ફેલાવ્યા બાદ ચાહકોમાં નિરાશા છે. કારણ કે ભાભીજી ઘર પર હે મારફતે તે લોકપ્રિય થઇ ચુકી છે. ત્રીજી નવેમ્બર ૧૯૮૪ના દિવસે જન્મેલી સૌમ્યા ટંડન ભાભીજી ઘર પર હૈમાં અનિતા નામના પાત્રને ભજવી રહી છે. કેરિયરની શરૂઆતમાં તે મોડલિંગમાં રહી હતી. તે ફેમિના કવર ગર્લ તરીકે રહી ચુકી છે. વર્ષ ૨૦૧૧માં તે શાહરૂખખાનની સાથે ઝોર કા ઝટકામાં કો હોસ્ટ તરીકે દેખાઇ હતી. તે ડાન્સ ઇન્ડયા ડાન્સમાં હોસ્ટ તરીકે રહી હતી. જેના કારણેતે બેસ્ટ એન્કર એવોર્ડ જીતી ગઇ હતી. બોનવિટા ક્વીઝમાં પણ તે ત્રણ સિઝનમાં હોસ્ટ તરીકે રહી હતી. જબ વી મેટ ફિલ્મમાં તે કરીના કપુરની સાથે રૂપના પાત્રમાં દેખાઇ હતી. વર્ષ ૨૦૧૮માં તે કલર્સ પર રજૂ કરવામાં આવતા એન્ટરટેઇનમેન્ટ કી રાતમાં હોસ્ટ તરીકે પણ છે. ઉજ્જેનમાં જન્મ્યા બાદ તેને ગ્રેજુએશનની ડીગ્રી મેળવી હતી. સૌમ્યા પોતાની અંગત લાઇફને લઇને હમેંશા મૌન રહે છે. જા કે તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૬માં સૌમ્યા ટંડને પોતાના બોયફેન્ડ સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કરતા પહેલા તે ૧૦ વર્ષ સુધી તેની સાથે પ્રેમમાં રહી હતી. પોતાની ફિટનેસ બદલ તે અક્ષય કુમારથી ભારે પ્રભાવિત રહી છે. સૌમ્યા લોકપ્રિય ટીવી સિરિયલ છોડી રહી છે તે અહેવાલ આવ્યા બાદ ભારે ચર્ચા છે. પહેલાથી જ આ શોમાંથી કેટલાક લોકપ્રિય પાત્ર નિકળી ચુક્યાછે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY