લવાછા ઝેડ.એમ. પટેલ હાઈસ્કૂલમાં ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ધ્વજવંદન

0
10

વેન્ડિંગ મશીન, પાણીની પરબ અને ડિસ્પોઝલ મશીનનું લોકાર્પણ
સુરત, તા.૩૧
તા.૨૬-૧-૨૦૧૯નાં રોજ લવાછા ચોર્યાસી પ્રા.શાળા મુકામે ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંજયભાઈ શર્મા (એલ એન્ડ ટી કંપની, ચીફ એક્ઝીક્યુટીવ) તથા આરાધના શર્માના હસ્તે કરવામાં આવી. તેમજ લવાછા ઝેડ.એમ. પટેલ હાઈસ્કૂલનું ધ્વજવંદન ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ ઝેડ. પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે લવાછા ચોર્યાસી પ્રા.શાળા ખાતે એલ એન્ડ ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્ટીવીટી રૂમ, ડીજીટલ રૂમ તથા કોમ્પયુટર રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેનો ખર્ચ રૂ.૧૭.૫ લાખ જેવો છે. સાથે ઝેડ.એમ. પટેલ હાઈસ્કૂલ મુકામે પાણીની પરબ, વૃક્ષારોપણ, વેન્ડિંગ મશીન, ડીસ્પોઝેબલ મશીન એલ એન્ડ ટી દ્વારા લોકાર્પણ થયું. જેનો ખર્ચ ૨૩ લાખ જેટલો છે. આમ વિદ્યાર્થીઓ માટે એલ એન્ડ ટી દ્વારા એક ઐતિહાસિક આર્થિક મદદ થઈ. આ પ્રસંગે અન્ય મહેમાનો તરીકે મનુભાઈ પટેલ, અલ્પાબેન પટેલ તથા અશોકભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, પ્રમુખ અને પ્રવિણભાઈ પટેલ માનદમંત્રી તથા શાળાના આચાર્ય મનીષભાઈ પટેલ તથા ઝેડ.એમ. પટેલના આચાર્ય શંકરભાઈ દેસાઈ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્ના હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY